સૌ પ્રથમ 10 ઓગસ્ટ 2013નાં રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરુ કરી હતી.ત્યારબાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી.
ભારતમાં વર્ષ 2013 થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહની કુલ વસ્તી માત્ર ભારત દેશના ગુજરાતમાં સ્થિત ગીરના જંગલોમાં જ જીવિત જોવા મળે છે.નર આફ્રિકન સિંહની ગાઢ અને ભરાવદાર કેશની તુલનામાં નર એશિયાઇ સિંહની કેશ પ્રમાણમાં ઓછી ગાઢ અને છૂટીછવાઈ હોય છે.
આફ્રિકન સિંહની સરખામણીમાં એશિયાઈ સિંહની ઓછી ગાઢ અને છૂટીછવાઇ કેશના કારણે એશિયાઈ સિંહના કાન સહેલાઇથી દેખાય છે.એશિયાઇ સિંહ પેન્થેરા લીઓ, આફ્રિકન સિંહ પેન્થેરા લીઓ પર્સિકાસિંહની આ બન્ને પેટા-પ્રજાતિઓ વચ્ચેની સૌથી વિશિષ્ટ લાક્ષણિકતા, એશિયાઇ સિંહના પેટની સંપૂર્ણ લંબાઈના ભાગમાં હાજર લચીલી ગોદળી જેવી ચામડી છે, જે આફ્રિકન સિંહોમાં જોવા મળતી નથી.
Reporter: admin