News Portal...

Breaking News :

18મી લોકસભાનું પ્રથમ સત્ર આવતી કાલથી શરૂ થશે

2024-06-23 17:28:40
18મી લોકસભાનું પ્રથમ સત્ર આવતી કાલથી શરૂ થશે


લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર આવતી કાલથી તા.24 જૂનથી શરૂ થશે, જેમાં PM મોદી સહિત નવા ચૂંટાઇ આવેલા સાંસદો શપથ લેશે. ત્યાર બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધિત કરશે.


લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ 18મી લોકસભાનું આ પ્રથમ સત્ર છે. આ ચૂંટણીમાં NDA પાસે 293 બેઠકો સાથે બહુમતી છે, જ્યારે BJP પાસે માત્ર 240 સીટ છે, જે બહુમતીના 272 આંક કરતા ઓછી છે. સામે પક્ષે વિપક્ષો પાસે 234 બેઠક છે, જેમાં કૉંગ્રેસ પાસે 99 બેઠક છે.આવતી કાલે સૌથી પહેલા પીએમ મોદી અને તેમના કેબિનેટ પ્રધાનો શપથ લેશે. આ કાર્યક્રમ 11 વાગ્યાથી શરૂ થશે. પીએમ મોદીના શપથ ગ્રહણ બાદ કેબિનેટ પ્રધાનો શપથ લેશે, ત્યાર બાદ ક્મવાર વિવિધ રાજ્યોના સાંસદો શપથ લેશે, જેમાં આસામના નવા ચૂંટાયેલા સાંસદો પહેલા અને પ.બંગાળના સાંસદો બાદમાં શપથ લેશે. PM મોદી અને તેમના કેબિનેટ પ્રધાન સહિત 280 નવા ચૂંટાયેલા સાંસદો આવતી કાલે શપથ લેશે અને 25 જૂને 264 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે.


ભાજપના નેતા અને સાત વારના સાંસદ ભર્તૃહરિ મહતાબની પ્રોટેમ સ્પીકરના પદે નિયુક્તિ કરવામાં આવી છે, જે અંગે વિવાદ થવાની શક્યતા છે. આવતી કાલે રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે શપથગ્રહણ કરાવશે.લોકસભાની પ્રથમ બેઠકની શરૂઆત મૌનથી થશે. ત્યાર બાદ લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ લોકસભામાં ચૂંટાયેલા સભ્યોની યાદી રજૂ કરશે. પછી મહતાબ સંસદના સભ્ય તરીકે શપથ લેવા માટે પીએમ મોદીને મળશે. 26મી જૂને સ્પીકરની ચૂંટણી થાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી ચલાવવામાં મદદ કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સ્પીકર્સ પેનલને શપથ લેવડાવશે.

Reporter: News Plus

Related Post