અસહ્ય ભીષણ ગરમી વચ્ચે હિમાચલ પ્રદેશના જંગલોમાં મઘરાતે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગના કારણે અનેક પ્રાણીઓના મોત થયા છે. બીજીતરફ આગની જ્વાળાઓ છેક રહેણાંક વિસ્તાર સુધી પહોંચી છે. ત્રણ દિવસથી લાગેલી આગે ભારે વિનાશ વેર્યો છે.
હિમાચલ રાજ્યના શિમલા, મંડી, બિલાસપુર અને સોલન જિલ્લામાં ચીરના જંગલો ભડભડ સળગતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે, અનેક ટ્રોનો પણ રદ કરવાની નોબત આવી છે. ચોતરફ લાગેલી આગને બુઝાવવામાં માટે અનેક ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે.
રહેણાંક વિસ્તારો સુધી પહોંચી આગ
મળતા અહેવાલો મુજબ સોલમ અને શિમલાના જંગલોમાં લાગેલી આગ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે અને અહીં કાયકા-શિમલા રેલલાઈન રૂટ પરથી પસાર થતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. ગઈકાલે સમહિલ અને તારાદેવી પાસે પણ ટ્રેનો અટકાવી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનો તારા દેવી રેલવે સ્ટેશન પર થોભી દેવાઈ છે. આગ છેક કાલકા શિમલા રેલવે લાઈન સુધી પહોંચી જતા ભારે મુશ્કેલીઓ ઉભી થઈ છે. હિમાચલમાં લાગેલી આગના વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે.
Reporter: News Plus