News Portal...

Breaking News :

મહાનગર પાલિકાનાં ફાયર વિભાગે પારુલ ઇન્સ્ટિટયૂટ ફાર્મસી એન્ડ રિસર્ચ સેન્ટર અને જવાહરલાલ નેહરુ હોમિયોપેથીક મેડિકલ હોસ્પિટલ કેમ્પસ નોટિસ આપી

2024-06-11 23:53:14
મહાનગર પાલિકાનાં ફાયર વિભાગે પારુલ ઇન્સ્ટિટયૂટ ફાર્મસી એન્ડ રિસર્ચ સેન્ટર અને જવાહરલાલ નેહરુ હોમિયોપેથીક મેડિકલ હોસ્પિટલ કેમ્પસ નોટિસ આપી




 મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે હોસ્પિટલો,શાળાઓ, ટયુશન કલાસીસ, હોટલ/રેસ્ટોરન્ટ, કાફે. મોલ્સ, શો રૂમ્સ, વ્યાપારી સંસ્થાઓ, ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિચર મોલ્સ, ગાદલાની દુકાનો, પ્લે સ્કુલ વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કેસિવિલ / ઈલેકટ્રીકલ/મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી / ઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા હાયર ડીપાર્ટમેન્ટની ૬ ટીમો અને ઝોન દીઠ ૨ ટીમો મળી કુલ ૧૪ ટીમો દ્વારા મંગળવારનાં શહેરના વિવિધ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે.





પશ્ચિમ ઝોનમાં અગાઉ નોટિસ આપેલ પૈકી (૧) ઓરા ઈન્ટર પ્રી સ્કુલ(૨) ઈશા હોસ્પિટલ (૩) આનંદ શકિત હાઉસ મળી કુલ ૦૩ સંસ્થાને સીલ કરવામાં આવી હતી.


આમ પશ્ચિમ ઝોનમાં ૦૩ સંસ્થાને સીલ કરવામાં આવી હતી.


આ ઉપરાંત ફાયર ડીપાર્ટમેન્ટની : ટીમો દ્વારા પણ કુલ ૧૬ એકમોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૧ હોસ્પિટલ, ૧ સ્કુલ અને ૦૬ પાર્ટીપ્લોટને બી-૧૦ નોટીસ આપવામાં હતી.


ઉપરાંત ટાઉન ડેવલોપમેન્ટ શાખા ધ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ટ્યુશન કલાસીસ, પ્લે સેન્ટરોની તેમજ હોસ્પીટલો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ વ્રજ સિધ્ધી ટાવરની ૧૬૧ દુકાનોને સીલ કરવામાં આવેલ છે.





*ફાયર વિભાગે મિલકત તપાસવામાં કરીને નોટિસ અને સીલ ની કામગીરી કરી*

1 - લેવા પટેલ વાડી પાર્ટી પ્લોટ ( પાદરા ) નોટિસ 
2 - મમા એરટેટ પાર્ટી પ્લોટ ( પાદરા ) નોટિસ 
3 - મનુસ્મૃતિ હોલ ( પાદરા ) નોટિસ 
4 - કચ્છી સમાજ વાડી ( પાદરા ) નોટિસ
5 - અવસર પાર્ટી પ્લોટ ( પાદરા ) નોટિસ 
6 - કુબેર ફાર્મ પાર્ટી પ્લોટ ( પાદરા ) નોટિસ
1 - પારુલ ઇન્સ્ટિટયૂટ ફાર્મસી એન્ડ રિસર્ચ સેન્ટર ( નોટિસ ) ( લીમડા ) ( વાઘોડિયા )
2 - જવાહરલાલ નેહરુ હોમિયોપેથીક મેડિકલ હોસ્પિટલ કેમ્પસ ( નોટિસ ) ( લીમડા ) ( વાઘોડિયા )

Reporter: News Plus

Related Post