શ્રી કૃષ્ણ મંદિર ના 46 માં પાટોત્સવ નિમિત્તે શ્રી કૃષ્ણ મંદિરમાં આજે અને અન્નકૂટ ના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરા શહેર કોઠી પોળ, જૂની કાછીયા પોળ માં આવેલ શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રીકૃષ્ણ મંદિર માં 46 માં પાટોત્સવ નિમિત્તે સંપૂર્ણ ચાંદી જડી દો વસ્ત્ર તેમજ સુંદર દર્શન વિવિધ મનોરથ તેમજ અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરા શહેર માં કોઠી પોળમાં 150 વર્ષ જૂનું આવેલ શ્રી કૃષ્ણ મંદિરમાં 46 માં પાટોત્સવ નિમિત્તે આજે કૃષ્ણ મંદિરમાં અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું હતું 46 માં પાટોત્સવ નિમિત્તે આજે સવારે મંદિરના પ્રાંગણમાં અખંડ રામધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાંજે કરવામાં આવ્યું હતું અને શ્રીકૃષ્ણ ભગવાનને ચાંદી જડિત ઘરેણા પહેરાવવામાં આવ્યા હતા સાથે અન્નકૂટના સમયે મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ દર્શન કરવા માટે એલઇડી સ્ક્રીન પણ લગાવવામાં આવી હતી જેથી આવનાર ભક્તોને સહેલાઈથી ભગવાનના અને અન્નગુટના દર્શન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે મંગળા આરતી અને બપોરે મહા આરતી કરવામાં આવી હતી સાથે સાંજે ભગવાન શ્રીકૃષ્ણને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો
શ્રી કૃષ્ણ મંદિરને લાઇટો અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું સાથે ભગવાન કૃષ્ણને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી.
Reporter: News Plus