આગામી ૧૭ મી જૂન ના રોજ બકરી ઈદ પર્વ ની ઉજવણી થનાર છે ત્યારે સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.આગામી દિવસોમાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદ પર્વ ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે અને ઈદ નો પર્વ શાંતિથી ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દૂ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
સાથે જ ઝોન 3 આને ઝોન 4 ના તમામ ઝોન માં શાંતિ સમિતિની બેઠક મળી હતી અને વડોદરા શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં અફવા આવે તેના પર ધ્યાન ન આપવું અને આવી કોઈ અફવા જણાય તો નજીક ના પોલીસ સ્ટેશન જાણ કરવી જેથી શહેર માં તંગદિલી ન ફેલાય એ હેતુ થી આજે સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં સિટી પોલીસ સ્ટેશન ના ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિ માં ચર્ચા કરવામાં આવી હતી
...
Reporter: News Plus