News Portal...

Breaking News :

સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડની ફાઇનલ આજે હૈદરાબાદમાં યોજાશે ભારતની નંદિની ગુપ્તાએ વિશ્વભરના ટોપ-40માં સ્થાન મેળવ્યું છે

2025-05-31 13:57:37
સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડની ફાઇનલ આજે હૈદરાબાદમાં યોજાશે ભારતની નંદિની ગુપ્તાએ વિશ્વભરના  ટોપ-40માં સ્થાન મેળવ્યું છે


હૈદરાબાદ: વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટની 72મી આવૃત્તિ હાલ હૈદરાબાદમાં ચાલી રહી છે. 




દુનિયાની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડની ફાઇનલ આજે હૈદરાબાદમાં યોજાશે. ભારતની નંદિની ગુપ્તાએ વિશ્વભરના 108 દેશોના સ્પર્ધકોમાં ટોપ-40માં સ્થાન મેળવ્યું છે અને મિસ વર્લ્ડ ટોપ મોડલનો ખિતાબ પણ જીત્યો છે. આજે હૈદરાબાદના હાઇટેક્સ ખાતે ટોપ-5 માંથી સવાલ-જવાબ રાઉન્ડ થશે, ત્યારબાદ મિસ વર્લ્ડ 2025 ની જાહેરાત કરવામાં આવશે.આ સ્પર્ધાની શરૂઆત 1951માં યુનાઇટેડ કિંગડમમાં એરિક મોર્લે દ્વારા થઈ હતી. દર વર્ષે 100થી પણ વધુ દેશોની ફીમેલ કન્ટેસ્ટન્ટ્સ, મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટમાં ભાગ લે છે. આ તમામની નજર મિસ વર્લ્ડના તાજ પર હોય છે. વર્ષ 1996 અને 2024 બાદ આ વર્ષે ત્રીજી વાર ભારતમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે. 


આવતીકાલે આ સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં 21 વર્ષિય નંદિની ગુપ્તા ભારતને રિ-પ્રેઝન્ટ કરશે.ભારતે અત્યાર સુધી છ મિસ વર્લ્ડ ખિતાબ જીત્યા છે. જેમાં વર્ષ 1966માં એક ભારતીય તરીકે સૌપ્રથમ વાર આ સન્માન મેળવનાર રીટા ફારિયા બની હતી. જે બાદ 1994માં ઐશ્વર્યા રાય પણ આ ખિતાબ હાંસલ કરી ભારતને ગૌરવ અપાવ્યું હતું. જે બાદ વર્ષ 1997માં ડાયના હેડન અને 1999માં યુક્તા મુખી તથા વર્ષ 2000માં પ્રિયંકા ચોપરા આ ખિતાબ જીતનારી ભારતની 5મી મહિલા બની ગઈ હતી. ભારતની છેલ્લી મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (2017)ના નામે છે અને હવે આ વર્ષે આ દિશામાં આગળ વધતી નંદિની ગુપ્તા પર તમામની નજર રહેલી છે.માત્ર 21ની ઉંમરે આ સ્ટેજ પર પહોંચનારી નંદિની ગુપ્તા, આજકાલ તમામ ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં છવાઈ છે. બધા ભારતીયો ઇચ્છે છે કે તે મિસ વર્લ્ડનો ખિતાબ જીતે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેની ઉંમર માત્ર 21 વર્ષ છે. આટલી નાની ઉંમરે, તે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને એનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે, માત્ર 19 વર્ષની ઉંમરે જ તેણે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કરેલો છે.

Reporter: admin

Related Post