ચિત્રકૂટ: વરસાદને કારણે હાલત કપરી બની છે. છેલ્લા 40 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

ત્યારે મંદાકિની નદીનુ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું. મંદાકિની નદીમાં ઘોડાપૂર આવતા રામઘાટ જળમગ્ન થઈ ગયો હતો. જેના કારણે ઘાટ પર આવેલી દુકાનોના માલિકોએ પોતાનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની નોબત આવી હતી.
મહત્વનું છે કે ભારે વરસાદની સ્થિતિ અને નદીના જળસ્તરમાં થઈ રહેલા સતત વધારાને કારણે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે નાગરિકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
Reporter: admin







