ન્યૂયોર્ક : ટ્રમ્પ સ્ટુડન્ટસ વિસા રૂલ્સ કડક કરી રહ્યા છે. ગેરકાયદે વસાહતીઓ સામેનાં કઠોર પગલાના ભાગ રૂપે તે થાય છે. પરંતુ તેથી અમેરિકાનાં અર્થતંત્ર પર પણ અસર થવાની છે.
બીજી તરફ હાવર્ડ, સ્ટેફોર્ડ, કોલોરાડો, પ્રિન્સ્ટન જેવી યુનિવર્સિટીઓમાં અમેરિકન વિદ્યાર્થીઓ જ તેનો વિરોધ કરી રહ્યા છે. હાવર્ડના વિદ્યાર્થીઓ પ્લેકાર્ડઝ દર્શાવી રહ્યા છે કે વિદેશી વિદ્યાર્થીઓ વિના હાવર્ડ હાવર્ડ નહીં રહે. ટ્રમ્પની નવી વિદ્યાર્થી વિસા નીતિને લીધે વિદેશોમાંથી આવતા વિદ્યાર્થીઓમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થઇ ગયો છે. તેના પરિણામે તે વિદ્યાર્થીઓની મૂળભૂત સવલતો સાચવનારા જેવી કે કપડાં ધોવાં, ઇસ્ત્રી કરવી, વિદ્યાર્થીઓ માટે નાસ્તા, ભોજનની વ્યવસ્થા કરવી વગેરે કામમાં જોડાયેલા ઓછામાં ઓછી ૬૦,૦૦૦ જેટલાની રોજગારી છીનવાઈ જશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓની ફી પુસ્તકો તથા રોજીંદી સવલતોનો ખર્ચ ઘટી જતાં અમેરિકાનાં અર્થતંત્રને ૭ બિલિયન ડોલર્સની ઘટ પડવા સંભવ છે.
આ માહિતી આપતાં એક સ્વૈચ્છિક સંસ્થા : નેશનલ એસોસિયેશન ફોર ફોરેન સ્ટુડન્ટસ ઇન અમેરિકા (એન.એ.એફ.એસ.એ.) દ્વારા કહેવામાં આવ્યું છે કે ૨૦૨૩'૨૪માં અમેરિકાની યુનિવર્સિટીઓએ ૧૧,૨૬,૬૯૦ વિદ્યાર્થીઓને એડમિટ કર્યા હતા તેથી ૪૩.૮૩ બિલિયનની રેવન્યુ મળી હતી. અને ૩,૭૮,૧૭૫ નવી રોજગારી ઉભી થઇ હતી. ૨૦૨૪'૨૫માં તે આંક વધીને ડોલર ૪૬.૧૩ બિલિયન રેવન્યુ અને ૩,૯૮,૦૨૯ નવા જોબ્સ ઉપસ્થિત થયા. ૨૦૨૫-૨૬માં તેમાં ૧૫ ટકા ઘટાડો થયો, અને એકંદર ૧૦,૦૭,૯૬૫ વિદ્યાર્થીઓએ ૩૯.૨૧ બિલિયન ડોલર્સ આપ્યા અને ૩,૩૮,૩૨૫ રોજગારી ઊભી કરી. આમ એકંદર ૬૦,૦૦૦ રોજગારી અને ૭ બિલિયન ડોલર્સની રેવન્યુ ઘટવા સંભવ છે.
Reporter: admin







