News Portal...

Breaking News :

કૌટુંબિક બહેને કૌટુંબિક ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડતા કરુણ અંજામ આવ્યો

2024-12-01 15:12:15
કૌટુંબિક બહેને કૌટુંબિક ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડતા કરુણ અંજામ આવ્યો



રાજકોટ: જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની કૌટુંબિક બહેને કૌટુંબિક ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડતા ભાઈએ બહેનના ગળાના ભાગે ધારદાર હથિયારનો ઘા ઝીંકી દઈ શુક્રવારના રોજ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. તેમજ કૌટુંબિક બહેનની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઈ દ્વારા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.



રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામ ખાતે 21 વર્ષિય હર્મિતા ડાભી નામની યુવતી સાંજે 4:30 વાગ્યાના અરસામાં રમણીકભાઈ નસીબ નામના વ્યક્તિની વાડી ખાતે ખેત મજૂરી કામ કરી રહી હતી. તે દરમિયાન તેનો કૌટુંબિક ભાઈ જીગ્નેશ ઉર્ફે બાલો મકવાણા ત્યાં પહોંચ્યો હતો.
તેમજ ત્યારબાદ ધારદાર હથિયાર વડે ગળાના ભાગે પોતાની જ કૌટુંબિક બહેનને ઘા ઝીંકી દઈ તેની હત્યા કરીને ત્યાંથી નાસી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં 108 મારફતે હર્મિતાને સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલ જાહેર કરી હતી.



પોલીસને આપેલી ફરિયાદમાં હર્મિતાના પિતા જીવનલાલ ડાભીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘‘જીગ્નેશ ઉર્ફે બાલાને પોતાની કૌટુંબિક બહેન હર્મિતા સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. જોકે મારી દીકરીના લગ્ન અમે અમરનગર પાસે આવેલા દેવળકી ગામ ખાતે વિપુલ નામના યુવક સાથે કર્યા હતા. જે બાબત જીગ્નેશ ઉર્ફે બાલા મકવાણાને સારી નહીં લાગતા તેણે પ્રથમ મારી દીકરીની હત્યા કરી હતી. તેમજ બાદમાં પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.’’

Reporter: admin

Related Post