અમદાવાદ : ભાજપ નું પીઠબળ ધરાવતા કૌભાંડી બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના ભારે ભપકાના શોખ હતા. ખુલ્લેઆમ પોલીસને સાથે રાખીને રોફ જમાવતો હતો. વડોદરા, મોડાસા અને વતન ઝાલાનગરમાં પોલીસ પાયલોટિંગમાં સાથે ફરતો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલી લેબોરેટરી ધરાવતા એક સંચાલક પણ બી-ઝેડના એજન્ટ બન્યા હતા. તેઓએ હિંમતનગર, ઈડર સહિત જિલ્લાના કેટલાક ડૉક્ટરોનો સંપર્ક કરી બી-ઝેડની પોંઝી સ્કીમમાં અંદાજે 250 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે સીઆઈડી આ મામલે તપાસ કર્યા બાદ તબીબોના નામ અને તેઓએ કરેલા રોકાણ સહિતની વિગતો બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ લેબ ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલની છે.
ધવલ પટેલ હિંમતનગર ખાતે આવેલી અક્ષર લેબોરેટરીનો માલિક છે. ધવલ પટેલ ખાસ કરીને ગુજરાતના ડોક્ટરોનું રોકાણ બીઝેડમાં કરાવતો હતો.
Reporter: admin