News Portal...

Breaking News :

હરણી બોટકાંડનાં ભોગ બનેલા પરિવારોને તથા મદદ કરનારાઓને, નજર કેદ / હાઉસ એરેસ્ટની સજા !

2025-09-22 11:48:20
હરણી બોટકાંડનાં ભોગ બનેલા પરિવારોને તથા મદદ કરનારાઓને, નજર કેદ / હાઉસ એરેસ્ટની સજા !


CM-HM જો શહેર પોલીસને આદેશ કરે તો, નજર કેદની કાર્યવાહીમાંથી કાયમી મુક્તિ મળી શકે
સત્તામાં હોવા છતાં સામાન્ય નાગરિકોથી ડરી રહી છે સરકાર !!
હરણી બોટકાંડના પીડિત પરિવારોને સતત 12 વખત કરવામાં આવ્યા "હાઉસ અરેસ્ટ" !



નજરકેદ કરવું એ સરકારનો ડર કે વાહવાઈ માટેની કોઈ નવી રણનીતિ ?
જ્યારે પણ મુખ્યમંત્રી અથવા ગૃહ રાજ્યમંત્રી વડોદરા આવે ત્યારે વિપક્ષના આગેવાનોને તથા અન્ય એવા હોબાળો મચાવનાર વ્યક્તિઓને નજરકેદ કરવામાં આવતા હોય છે. પણ હવે નજરકેદ કરવાની પ્રથામાં સરકારે થોડો ફેરફાર કર્યો છે. 18 જાન્યુઆરી 2024 ના રોજ હરણી બોટકાંડ થયા બાદ પીડિત પરિવારોએ અનેકવાર ન્યાયની માંગણી સાથે રજુઆતો કરી અને લડત લડી. પરંતુ હરણી બોટકાંડના પરિવારોને સતત 12 વખત નજરકેદ કરી હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા એ પણ ત્યારે જ્યારે વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા ગૃહ રાજ્યમંત્રીનું આગમન થવાનું હોય છે.18 જાન્યુઆરી 2024 ના રોજ હરણી લેક ઝોન ખાતે હરણી બોટકાંડ થયું હતું જેમા 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા હતા. આ દિવસ વડોદરા શહેર માટે બ્લેક ડે સમાન હતો. કારણકે એકજ દિવસમાં ભારત દેશનાં ભવિષ્યના 12 ચમકતા સિતારા પોતે આકાશ માં જતા રહ્યા હતા. એના પછી પીડિત પરિવારો દ્વારા અનેકો વાર સરકારને રજૂઆતો કરી ન્યાયની માંગણી કરવામાં આવી હતી. જોકે હજુ પણ એમને પૂર્ણ ન્યાય મળ્યો નથી. પરંતુ જ્યારે  હરણી બોટકાંડ થયો ત્યાર બાદ સરકારને જાણે આ પીડિત પરિવારોને હેરાન કરવાની એક નવી રીત મળી ગઈ છે.હરણી બોટકાંડના પીડિતોને છેલ્લા એક દોઢ વર્ષમાં લગભગ 12 વખત લોકલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા નજરકેદ કરી હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ હાઉસ અરેસ્ટમાં એ કોના જોડે વાત કરે છે, ક્યાં જાય છે કોને મળવા જાય છે, ઘરમાં મહિલા હોય તો તેનો દીકરો ક્યાં છે તેવું પૂછવામાં આવે છે, તેમના ફોટા પાડવામાં આવે છે. હવે આ હાઉસ અરેસ્ટ કરી ખરેખર સરકાર શું સંદેશ આપવા માંગે છે તે સમજાતું નથી. હરણી બોટકાંડ બાદ મુખ્યમંત્રી લગભગ 5 થી 6 વખત વડોદરા આવ્યા, ગૃહ રાજ્યમંત્રી લગભગ 4 વખત અને વડાપ્રધાન 2 વખત વડોદરા આવ્યા.જ્યારે જ્યારે તેઓ આવ્યા ત્યારે બોટકાંડના પીડિતોને  નજરકેદ કરવામાં આવ્યા હતા. જોકે આનાથી સ્પષ્ટ કહી શકાય કે માત્રને માત્ર મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રીને ખુશ કરવા અને પોતાની વાહવાઈ લેવાની એક રીત બની ગઈ છે આ નજરકેદ કરવાની પ્રથા. 2 મે 2024 ના રોજ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા આવ્યા હતા અને તેમને રજુઆત કરવા બોટકાંડની બે પીડિત મહિલાઓ પહોંચી હતી. પરંતુ તેમને ચાલુ કાર્યક્રમમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નજરકેદનો મામલો ઉગ્ર બન્યો હતો. એના પછી જ્યારે પણ મુખ્યમંત્રી વડોદરા આવ્યા ત્યારે 12 પરિવારોને નજરકેદ કરવામાં આવતા હોય છે.



બોટકાંડના પીડિત પરિવારોને ક્યારે નજર કેદ કરવામાં આવ્યા.
એટલું જ નહિ પણ 28 ઓક્ટોબરના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેઇનના વડાપ્રધાન સાથે ટાટા એડવાન્સડ સિસ્ટમ એરક્રાફ્ટ લિમિટેડ ના C-295 એરક્રાફ્ટના ઉદ્ઘાટન માટે વડોદરા શહેર આવ્યા હતા ત્યારે પણ તે પરિવારોને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ જ્યારે ઓપેરશન સિંદૂરની સિંદૂર યાત્રા માટે 26 મે 2025 ના રોજ તેઓ વડોદરા આવ્યા ત્યારે પણ પીડિતોને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા. ત્યાર બાદ 13 સપ્ટેમ્બર 2025, 2 ફેબ્રુઆરી 2025, 19 સપ્ટેમ્બર 2025, 13 મે 2025, ના રોજ પણ તેમને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા !!  
સરકાર પીડિત પરિવાર અને મને નજરકેદ કરીને હેરાન કરે છે. 
 પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી વડોદરામાં આવ્યા ત્યારે હરણી બોટકાંડના પીડિતો સહીત મને પણ નજરકેદ કરવામાં આવ્યો. હવે એવું માનવાનું જરૂરી છે કે આવું કરીને એ પીડિતોને વધુ હેરાન કરે છે. મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી બંને કહીને ગયા કે યોગ્ય તાપસ કરવામાં આવશે પણ કઈ થયું નહિ. જ્યારથી જામીન મળ્યા છે ત્યારથી વધારે નજરકેદ કરવામાં આવ્યા છે. જ્યારે પૂછવામાં આવે કે તમે કોના ઓર્ડરથી આવું કરો છો તો ફક્ત એટલું સાંભળવા મળે છે કે ઉપરી અધિકારીઓના ઓર્ડરથી.એ ઉપરી અધિકારી કોણ એ કોઈ ને નથી ખબર. સાથે એમની પાસે કોઈ લેટર પણ નથી હોતો. આનાથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે સરકાર ડરે છે. તેને પોતાના લીધેલા નિર્ણયથી જ ડર લાગે છે."

- વોર્ડ 15 કોર્પોરેટર આશિષ જોષી

બોટ કાંડ ના પીડિત પરિવારોને ક્યારે નજર કેદ કરવામાં આવ્યા.
◦ 28 ઓક્ટોબર 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેઇનના વડાપ્રધાન સાથે ટાટા એડવાન્સડ સિસ્ટમ એરક્રાફ્ટ  લિમિટેડ ના C-295 એરક્રાફ્ટ ના ઉદ્ઘાટન માટે 
◦ 26 મે 2025: વડાપ્રધાન ઓપેરશન સિંદૂર ની સિંદૂર યાત્રા માટે 
◦ 13 સપ્ટેમ્બર 2025: મુખ્યમંત્રી 
◦ 2 ફેબ્રુઆરી 2025: મુખ્યમંત્રી 
◦ 19 સપ્ટેમ્બર 2025: ગૃહ રાજ્યમંત્રી 
◦ 13 મે 2025: મુખ્યમંત્રી

Reporter: admin

Related Post