News Portal...

Breaking News :

ભાજપ યુવા મોરચાની નમો યુવા રન સુપર ફ્લોપ, પાર્થ પુરોહિતનું નાક કપાયું

2025-09-22 11:38:55
ભાજપ યુવા મોરચાની નમો યુવા રન સુપર ફ્લોપ, પાર્થ પુરોહિતનું નાક કપાયું


ભાજપ યુવા મોરચાનો ફ્લોપ શો
યુવા કાર્યકરો પણ હવે સ્વયંભૂ આવા કાર્યક્રમમાં આવવાનું પસંદ કરતા નથી
નમોનાં જન્મદિવસ સેવાપખવાડીયા નિમિત્તેનો કાર્યક્રમ હોવા છતાં પાર્થ પુરોહિતની આડોડાઈને કારણે જોઈએ એવી ભીડ એકઠી થઈ નહીં



ભાજપ યુવા મોરચાના પ્રમુખે પણ કબૂલ્યું કે સંખ્યા ઓછી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા નમો યુવા રન-નશા મુક્ત ભારતનું વડોદરામાં આયોજન કરાયું હતું.જો કે 10 હજારની સંખ્યા સામે 500 -700 જણાએ જ ભાગ લીધો હતો અને યુવા મોરચાનું નાક કપાઇ ગયું હતું. યુવા મોરચાનાં પ્રમુખ પાર્થ પુરોહિતની ઘમંડી સ્વભાવને કારણે હવે યુવા મોરચાના કાર્યકરો પણ પાર્ટીના કાર્યક્રમમાં જવાનું ટાળી રહ્યા છે તેનો આ બોલતો પુરાવો છે. પાર્થ પુરોહિતની અણઆવડતના કારણે મંત્રી કુબેર ડિંડોર અને શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીને વહેલી સવારે દોઢ કલાક રાહ જોવી પડી હતી ! શહેર પ્રમુખ સર્કિટ હાઉસ ખાતે મંત્રી જોડે એક કલાકથી વધુ સમય સુઘી તેમની સાથે બેઠા હતા. વિશ્વની સૌથી મોટી પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતના કારણે 10 હજાર કાર્યકર પણ ભેગા થઇ શક્યા ન હતા.આગેવાનોને દોઢ કલાક સવાર સવારમાં રાહ જોવી પડી હતી. સવારે 6 વાગ્યાની મેરેથોન દોડ પોણા આઠ વાગે શરુ થઇ હતી. જો કે જેને પાર્ટીની આબરુની પણ પડી નથી તેવા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત પોતાનું માર્કેટિંગ કરવામાં વ્યસ્ત રહ્યા હતા અને જાણે પાર્ટીનો મોટો નેતા હોય તેવું પ્રદર્શન કરતો હતો. સયાજીબાગ ખાતે યોજાયેલી મેરેથોન દોડ ખાતે કોઇ પણ પ્રકારનું આયોજન ન હતું. કોર્પોરેટરો સંગઠનનાં હોદેદારો શિક્ષણ સમિતિના સભ્યો તેમજ ખુદ યુવા મોરચાના હોદેદારોને પણ પાર્થ પુરોહિતે ટીશર્ટ આપી ન હતી અને ટીશર્ટ નો મોટો જથ્થો હોવા છતાં કાર્યકતા અને રન કરનાર સુધી પહોંચાડવામાં આવ્યા ન હતા. પત્રકાર પરિષદમાં મોટી મોટી વાતો કરનારા શહેર પ્રમુખ અને યુવા મોરચાના પ્રમુખ સફળ કાર્યક્રમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, તે વાત હવે જાહેર થઇ ગઇ છે. કેટલાક સિનિયર નેતાઓના સન્માન કરવામાં અવગણના થઇ હતી. રન કરનાર માત્ર 500 થી 700 લોકો જ હતા અને મહિલાઓએ ઓછી સંખ્યામાં  ભાગ લીધો હતો. વડોદરા મહાનગર મેરોથોન દોડ સુપર ફ્લોપ સાબિત થઇ છે. 



એક મહિલા કોર્પોરેટરને સાઈડ પર જતા રહેવાનો ઓર્ડર કર્યો.
આ રનમાં પૂર્વ પ્રમુખ સહિત પૂર્વ યુવા મોરચાના મોટાભાગ ના હોદેદારોને બાયપાસ કરાયા હતા. જાહેર મંચ પર થી પાર્થ પુરોહિતે માત્ર એક મહિલા કોર્પોરેટરને સાઈડ પર જતા રહેવાનો ઓર્ડર કર્યો હતો. જેથી ચર્ચાનો વિષય બન્યો હતો. અન્ય કોર્પોરેટરો પણ રોડ પર ઊભા હોવા છતાં મંત્રી સામે એક મહિલા કોર્પોરેટરને ને સાઈડમાં ખસવાનું કહેતા કોર્પોરેટર ક્ષોભજનક સ્થિતિ માં મુકાયા હતા.

ટી શર્ટનો જથ્થો હોવા છતાં દરેક કાર્યકરો સુધી પહોંચી નહી 
સયાજીબાગ ખાતે યોજાયેલી મેરેથોન દોડ ખાતે કોઇ પણ પ્રકારનું આયોજન ન હતું અને તેના કારણે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. કોર્પોરેટરો સંગઠનના હોદેદારો શિક્ષણ સમિતિના સભ્યો તેમજ ખુદ યુવા મોરચાના હોદેદારોને પણ પાર્થ પુરોહિતે ટીશર્ટ આપી ન હતી અને ટીશર્ટનો મોટો જથ્થો હોવા છતાં કાર્યકર્તા અને રન કરનાર સુધી પહોંચાડવામાં આવ્યા ન હતા.ટી શર્ટ હોય તો કાર્યકરોને કેમ ના આપ્યા તે સૌથી મોટો સવાલ છે. મોટાભાગના કાર્યકરો ટી શર્ટથી વંચિત રહ્યા હતા.નમો રન કાર્યક્રમ અંતગત જયારે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં 10,000 જેટલા લોકો કાર્યક્રમમાં ભાગ લેશે,તેવી જાહેરાત કરાઈ હતી.જોકે અમારી જાણ મુજબ માત્ર 500 -  700 લોકો જોડાયા હતા. જોકે યુવા મોરચાના પ્રમુખ પુરોહિતે જણાવ્યું હતું કે  10,000 નું રજીસ્ટ્રેશન થયું હતું પણ માત્ર 3000 લોકો આવ્યા હતા. તમને ખુદ કબૂલ્યું હતું કે સંખ્યા ઓછી હતી.

Reporter: admin

Related Post