ધંધાદારી ગરબા આયોજક એલવીપી ગરબા મહોત્સવનો સંગ્રામ બારોટ વિવાદીત.. CBI માં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયેલો હતો
શહેરમાં ધંધાદારી ગરબા આયોજકો ગરબાના નામે ધંધો કરીને વડોદરાવાસીઓ પાસેથી 10 દિવસમાં લાખો રુપિયા ખંખેરી લે છે. તેમની ભુલો પ્રત્યે આંગળી ચિંધાવી જરુરી છે. ગરબાનો કાર્યક્રમ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે અને સ્વાભાવિક છે કે હિન્દુઓનો તહેવાર હોય તો વિધર્મીઓ કેમ તેમની વચ્ચે આવીને તહેવાર ઉજવે. આમ છતાં LVP હેરિટેજ ગરબાના આયોજકોને તો ધંધો જ કરવો છે એટલે તેમને હિન્દુઓની લાગણીની કંઇ પડી નથી. અને બેફામ રીતે પાસ વેચી રહ્યા છે અને તેથી જ શાહબુદ્દીન નામનો વિધર્મી બિન્ધાસ્ત રીતે 500 રુપિયા આપીને પાસ લઇને જતો રહ્યો છે.
આવા વિધર્મીઓને અન્ય કેટલા પાસ અપાયા છે તે તપાસનો વિષય બને છે. આયોજકોએ પોલીસનું માર્ગદર્શન મેળવવાનું જણાવ્યુ છે. LVP હેરિટેજ ગરબા પ્રત્યે આંગળી ચિંધાય તેવી એક વાત એ છે કે તેની સાથે સંકળાયેલો સંગ્રામ બારોટ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપી હતો અને તેની સામે એસીબી ગાંધીનગરમાં નામજોગ ગુનો પણ નોંધાયેલો છે. બેંક ડિફોલ્ટર અમીત ભટનાગરનો આ સાગરીત છે. છતાં LVP હેરિટેજ ગરબા આયોજક આવા છેતરપિંડી વિશ્વાસઘાતના આરોપીને પોતાની સાથે રાખે છે. એસીબીમાં જે ફરિયાદ નોંધાઇ છે તે મુજબ સંગ્રામ બારોટ આણિ મંડળીએ લગભગ 2011 થી 2020 વચ્ચે તેમની કંપનીએ બેંક પાસેથી લીધેલા લોનની કરોડોની રકમ ગેરરીતિપૂર્વક અન્ય કંપનીઓ/વ્યક્તિઓ સુધી સરકાવી હતી. જેના કારણે બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ લાર્જ કોર્પોરેટ બ્રાંચ બેંકને કરોડોનું નુકસાન થયું હતું. આવા લોકોને એલવીપી ગરબા મેદાન વાળા સાથે રાખે છે. પાછળથી ભટનાગર ગ્રુપને આ ફરિયાદમાં કોર્ટમાંથી રાહત મળી હતી.પરંતુ 2654 કરોડની મૂળ CBIની ફરિયાદ સંદર્ભે ભટનાગર બંધુઓની ધરપકડ બાદ, જમીન મળ્યા બાદ PMLA હેઠળ, ટ્રાયલ ચાલુ થઈ હતી.
Reporter: admin







