વડોદરા :ગુજરાત રિફાઇનરી આઇઓસીએલમાં બેન્ઝીન ટેન્કમાં આગ લાગવાની ઘટના બની હતી.
ટેન્કમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બીજી ટેન્કમાં આગ લાગી હતી જેમાં ફાયર ફાઈટર હોય ઘણી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આ દુર્ઘટનામાં બે કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા અને ચાર કર્મચારીઓ દાઝ્યા હતા જેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ત્યારબાદ બે મૃતકો ધીમંત મકવાણા તારાપુર.અનેશૈલેષ મકવાણા કોયલી ના પરિવાર દ્વારા ગુજરાત રિફાઇનરી ખાતે ન્યાયની માંગણી સાથે પરિવાર ગેટ પાસે વળતર મળે તેની માટે આંદોલન પર બેઠા હતા.એક કરોડ રૂપિયાની સહાય મળે તેવી માંગ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી છે.
વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પરિવારને રૂપિયા 30 લાખ ની સહાય મળે તેવી વાત કહી છે પરંતુ પરિવાર એક કરોડ રૂપિયાની માંગ લઈને બેઠા છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તેમના પરિવારના બે સભ્યોને લઈને આઇઓસીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડમીન સાથે વાટાઘાટો કરવા માટે નીકળ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું કે મૃતક ને કોઈપણ આર્થિક વળતર સાથે એની કિંમત માપવામાં ન આવે પરંતુ બાળકોના ભવિષ્યના અને શિક્ષણ તેમજ પરિવારનું ગુજરાન ચાલે તે માટે વધારેમાં વધારે આર્થિક વળતર મળે તેવી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ની પણ લાગણી અને માંગણી છે હવે જોવાનું રહ્યું કે કંપની દ્વારા મૃતકોના પરિવારોને કેટલી સહાય આપવામાં આવે છે અને પરિવાર ને સમાધાન થાય છે કે નહીં એ જોવાનું રહ્યું.સમગ્ર IOCL કેમ્પસ પોલીસ છાવણી માં ફેરવાઈ ગયું છે ડીસીપી અભય સોની સહિત ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ કર્મચારીઓએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે અને લોકોને સમજાવટથી કામગીરી કરી રહ્યા છે.
Reporter: admin