વડોદરા :તાજેતરમાં વડોદરા શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. મૂરજાણી દ્વારા રિવોલ્વર વડે લમણે ગોળી મારીનો મોત વ્હાલુ કર્યું હતું.
અંતિમ પગલું ભરતા પહેલા તેમણે મોબાઇલમાં સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે માનેલી પુત્રી કોમલ સિકલીગર અને માતા સંગીતા સિકલીગરના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાના ચાર દિવસ બાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી તો બીજી તરફ અંતિમ ચીઠ્ઠીમાં જેમના ત્રાસ, માર, દબાણ કરવા માટેનો ઉલ્લેખ છે તેવા માતા-પુત્રીને પાણીગેટ પોલીસ સૌરાષ્ટ્રથી પકડી લાવી છે.
બંને ભાવનગરના ધાર્મિક સ્થાન પાસે છુપાયા હતા. ટીમ ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સ થકી ચાર શંકાસ્પદ મોબાઇલ નંબર સુધી પહોંચી હતી. અને અલગ અલગ નંબર થકી માતા-પુત્રી સંપર્કમાં હોવાનું તપાસ કરતી ટીમના ધ્યાને આવ્યું હતું. નંબરના આધારે પોલીસ સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પહોંચી હતી. અને અહિંયાના ધાર્મિક સ્થાનેથી માતા-પુત્રીને દબોચી લેવામાં આવ્યા હતા. અને બાદમાં બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા.
Reporter: admin