વડોદરા : જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ મુવાલ ગામે શિવમ રેસિડેન્સીમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના શેખર સુશાંત વિશ્વાસ મુવાલ ગામે શારદા મેડિકલ સ્ટોર નામની દુકાન ચલાવી દવાનો વેપાર કરે છે.
તારીખ 26 ના રોજ રાત્રે તેઓ પત્ની મોસમી, પુત્ર સવિક પત્નીનો ભાઈ સુરજિત વિજય ઘોષ તેમજ શાળાની પત્ની પ્રણાલી એમ કુલ પાંચ જણા સારંગપુર દર્શન માટે ગયા હતા અને દર્શન કર્યા બાદ તેઓ પરત ફરતા હતા.પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ ક્રોસ કર્યા પછી મહુવળ ગામની સીમમાં વચલી ચોકડી પાસેથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક આઇસર ટેમ્પોએ ઓવરટેક કરી કારને ડ્રાઇવર સાઈડ અથાડતા કાર આખી ગોળ ફરી ગઈ હતી અને અંદરની એરબેક ખુલી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેસેલ પાંચેય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઈ હતી અકસ્માત બાદ આઇસર ટેમ્પો લઈને ચાલક ફરાર થઈ ગયો હતો.
Reporter: admin







