News Portal...

Breaking News :

શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રીએ તમામ સરકારી શાળાના સ્કૂલના સભ્યોને નવીન શૈક્ષણિક સત્ર સંદર્ભે સંબોધન બાયસેગના માધ્યમથી યોજવામાં આવ્યું

2025-04-28 17:17:53
શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રીએ તમામ સરકારી શાળાના સ્કૂલના સભ્યોને નવીન શૈક્ષણિક સત્ર સંદર્ભે સંબોધન બાયસેગના માધ્યમથી યોજવામાં આવ્યું


સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ સરકારી શાળાના સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યઓને નવીન શૈક્ષણિક સત્ર સંદર્ભે સંબોધનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાયસેગના માધ્યમથી તા.28/04/2025ના રોજ સવારે 09:00 કલાકે યોજવામાં આવેલ. 



નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલ તમામ શાળાઓમાં એસ.એમ.સી. (સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ) અને સરકારી માધ્યમિક શાળાઓમાં એસ.એમ.ડી.સી. ( સ્કૂલ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ કમિટિ)  શાળા વિકાસમાં સહયોગી બની બાળકોના શિક્ષણમાં વિકાસ કરવા માટે તેમજ તેઓની શાળા કક્ષાએ સક્રિય ભાગીદારી થાય તે માટે તેમજ શાળા વિકાસ માટે એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ને પ્રોત્સાહિત કરવા તથા વિવિધ બાબતોથી માહિતગાર કરવા આદરણીય મુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સંબોધન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ પૈકી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા, સમા ખાતે વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી બાલકૃષ્ણ શુકલ સાહેબ, નગર શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન મિનેશભાઈ પંડ્યા સાહેબ, તથા નગર શિક્ષણ સમિતિના શાસનાધિકારી સાહેબ વિપુલભાઇ ભરતીયા સાહેબ તથા વોર્ડ-૩ ના કોર્પોરેટર પરાક્રમસિંહજી જાડેજા સાહેબ, છાયાબેન ખરાડી, રૂપલબેન મહેતા, તેમજ વોર્ડના પ્રમુખ દુષ્યંતસિહજી મહામંત્રી દર્શનભાઈ પટેલ વિરેનભાઈ સોલંકી એસ.એમ.સી અધ્યક્ષ તેમજ સભ્યોઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માધવરાવ સદાશિવ રાવ પ્રાથમિક શાળા, હરણીમાં માનનીય સાંસદ હેમાંગભાઈ જોશી સાહેબ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શર્મિષ્ઠાબેન, કોર્પોરેટર રાજેશભાઈ, વોર્ડ ઉપપ્રમુખ અનુપભાઈ પટેલ ઉપસ્થિત રહેલ હતા. તેમજ કવિ દુલાકાગ પ્રા. શાળા, હરણી વારસિયા રીંગ રોડ ખાતે વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી, સમિતિના ઉપાધ્યક્ષ અંજનાબેન તેમજ સમિતિના સભ્યવ આદિત્યભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા 


કુબેરેશ્વર પ્રા. શાળા, માંજલપુર માં શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, દંડક શૈલેષભાઈ પાટીલ, ન.પ્રા.શિ.સમિતિના અધ્યક્ષ નિષિધભાઈ દેસાઈ, કોર્પોરેટર સંગીતાબેન પટેલ તથા અન્ય ભાજપ કાર્યકરો કૃણાલભાઈ જોશી, નરેન્દ્રભાઇ ઉપસ્થિત રહેલ હતા. તેમજ ડો. હોમીભાભા પ્રા. શાળા, મકરપુરા, શાળામાં   વોર્ડ 19 ના કાઉન્સિલ પુનિતાબેન વ્યાસ વોર્ડ પ્રમુખ કમલેશભાઈ પાટણવાડીયા મહામંત્રી વનરાજસિંહ ચાવડા ગ્રામ અગ્રણી ગોપાલભાઈ વ્યાસ એસએમસી અધ્યક્ષ કૈલાસબેન પઢીયાર તેમજ સાથી સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા ઋષિ વિશ્વામિત્ર પ્રાથમિક શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રણજીતભાઈ રાજપૂત સાહેબ તેમજ વોર્ડ નંબર ચારના કોર્પોરેટર વિનોદભાઈ ભરવાડ સાથે બંને શાળાના આચાર્ય હેતલબેન પ્રધાન અને રમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહેલ હતા., તેમજ વીર સાવરકર પ્રા. શાળા, ગોરવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાળુકે સાહેબ તેમજ  વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિ તેમજ સયાજીગંજ ના માન્ય ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા  ઉપસ્થિત રહેલ હતા.પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા, નવાપુરામાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચેતન્ય ભાઈ દેસાઈ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણ સમિતિના સભ્ય નિલેશભાઈ કહાર અને સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા અને જ્યોતિબેન પટેલ તેમજ વો પ્રમુખ કુણાલભાઈ, મહામંત્રી ગોપાલભાઈ અને મનોજભાઈ ઉપસ્થિત રહેલ હતા. તેમજ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા, ગોત્રી માં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ, કોર્પોરેટર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ , કોર્પોરેટર અવનીબેન ઉપસ્થિત રહેલ હતા. તેમજ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા, સવાદ માં શહેર ભાજપ  શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ સાહેબ,  કોર્પોરેટર રાખીબેન શાહ, ન.પ્રા.શિ.સમિતિના સભ્ય  નીપાબેન પટણી, ઉપસ્થિત રહ્યા હતા,  તદુપરાંત આ વિડિયો કોન્ફરન્સમાં શાળા કક્ષાએ તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ. માનનીય મુખ્યમંત્રી સાહેબના કાર્યક્રમ નિહાળ્યા બાદ દરેક મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.  સદર કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા શિક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્યની ચર્ચા કરી. એસ.એમ.સી ના સભ્યો સાથે સંવાદ કરવામાં આવ્યો. શાળાના ‘એક પેડ, મા કે નામ ‘ કાર્યક્રમ વિશે ચર્ચા કરી વૃક્ષારોપણની ચર્ચા કરી. તેમજ કેચ ધ રેઈન સંકલ્પ પાણી બચાવો વિશે ચર્ચા કરવામાં આવી.ત્યારબાદ CET માં મેરીટ માં આવેલા ધોરણ પાંચના બાળકોને વાલીઓ સાથે રાખી ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ NMMS ના ધોરણ આઠ ના બાળકોને વાલી સાથે રાખી ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૩૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૫૦૦૦ વાલીઓ તથા એસ.એમ.સી.ના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળેલ હતા.

Reporter: admin

Related Post