News Portal...

Breaking News :

યાલ ગામે બે કરોડના ખર્ચે બનાવેલા નાળાના બે ટુકડા થયા

2024-07-17 16:33:33
યાલ ગામે બે કરોડના ખર્ચે બનાવેલા નાળાના બે ટુકડા થયા


વડોદરા: રાજપીપલા પાસે યાલ ગામે બે વર્ષ અગાઉ જ બે કરોડના ખર્ચે બનાવેલ નાળાના બે ટુકડા થઈ જતા રાજપીપળા થી ડેડીયાપાડા અવરજવર માટે લોકોને 15 કિમીનો ફેરો ફરવાનો વારો આવ્યો છે.


નર્મદા અને નેત્રંગ તાલુકામાં સોમવારે વરસેલા ભારે વરસાદેને કારણે રાજપીપળા-દેડિયાપાડા માર્ગ પર આવેલ યાલ ગામના નાળાના બે કટકા કરી દીધા છે. હજુ વર્ષ પહેલા જ રૂપિયા 2 કરોડના ખર્ચે બનેલ માર્ગ અને નાળુ વરસાદમાં તૂટી પડતા હજારો વાહનચાલકોને નેત્રંગ થઈ અવરજવર કરવાની ફરજ પડતા 15 કિમીનો ફેરો ફરવાની નોબત ઉભી થઇ છે.


આસપાસના સ્થાનિક લોકો યાલ બીટાડા ગામ નજીક મુખ્ય માર્ગનું નાળુ તૂટી જતા ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક લઈ જીવના જોખમે ખાડી પસાર કરવા મજબુર બન્યા છે.જ્યારે આસપાસના યાલ ગામ સહિત કુટલીપાડા, કોલીવાડા, પાનગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અવરજવર કરવા ખાડીમાંથી જોખમ ખેડી પસાર થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. લાખોના ખર્ચે બનાવેલ નાળાની હલકી કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ લોક માંગ ઉઠી છે.

Reporter: admin

Related Post