News Portal...

Breaking News :

દેશભરમાં 23 સર્કલ માટે ખાલી પડેલી 44228 જગ્યા માટે ભરતી કરવા જઈ રહ્યું છે પોસ્ટ વિભાગ

2024-07-17 15:14:43
દેશભરમાં 23 સર્કલ માટે ખાલી પડેલી 44228 જગ્યા માટે ભરતી કરવા જઈ રહ્યું છે પોસ્ટ વિભાગ


ભારતીય પોસ્ટ વિભાગે ધોરણ 10 પાસ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. પોસ્ટ વિભાગ ગ્રામીણ ડાક સેવક માટે દેશભરમાં 23 સર્કલ માટે ખાલી પડેલી 44228 જગ્યા માટે ભરતી કરવા જઈ રહ્યું છે. જેના માટે ઓનલાઈન અરજી 15 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. 


નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પરથી અરજી કરી શકશે.લાયકાત અને અરજી પ્રક્રિયા ગ્રામીણ ડાક સેવક માટે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવુ જોઈએ. ઉમેદવારની પસંદગી ધોરણ 10ના માર્ક્સના આધારે થશે.પોસ્ટ વિભાગ અરજદારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરશે, જેમાં માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે.ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર રજિસ્ટ્રેશન કરી અરજી કરી શકાશે.આ અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ ઓગસ્ટ છે.એબીપીએમ-જીડીએસ માટે પગાર ધોરણ રૂ.10000થી 24470 પ્રતિ માસ છે. 


જ્યારે બીપીએમ માટે પગાર ધોરણે રૂ.12000થી 29380 પ્રતિ માસ છે.ઉલ્લેખનીય છે,ગ્રામીણ ડાક સેવક સરકારના કાયમી કર્મચારી નથી.ઓનલાઈન ફોર્મ માટે રૂ.100 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.જેમાં એસસી,એસટી,પીડબ્લ્યુડી,મહિલા,ટ્રાન્સજેન્ડરે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. દેશભરના વિવિધ રાજ્યોમાં 23 સર્કલ્સ પર 44228 ગ્રામીણ ડાક સેવકની નિમણૂક થવાની છે.જેમાં ગુજરાતમાં 2034 જગ્યા માટે અરજી કરી શકાશે. અરજદારને ગુજરાતી ભાષા પર પકડ હોવી જરૂરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 3083, રાજસ્થાનમાં 2718, તમિલનાડુમાં 3789, ઉત્તર પ્રદેશમાં 4588 જગ્યા માટે ભરતી થશે.

Reporter: admin

Related Post