News Portal...

Breaking News :

ડોક્ટર સારવાર કેસ કાગળ કરવામાં વ્યસ્ત રહ્યા અને બાળકીએ જીવ ગુમાવ્યો

2025-07-17 13:55:29
ડોક્ટર સારવાર કેસ કાગળ કરવામાં વ્યસ્ત રહ્યા અને બાળકીએ જીવ ગુમાવ્યો


વડોદરા : સાવલી તાલુકાના મોક્સી ગામે રહેતા પરિવારની ૧૦ વર્ષની બાળકીને કોબ્રા સાપે હાથ પર દંશ  મારતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  ડોક્ટર સારવાર પર ધ્યાન આપવાના બદલે કેસ કાગળ કરવામાં વ્યસ્ત રહ્યા અને મારી બહેને જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ ભાઇએ કર્યો છે.




બનાવની મળતી માહિતી મુજબ, સાવલી તાલુકાના મોક્સી ગામે  રહેતા વસંતભાઇ રાઠોડને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. તેમની સૌથી મોટી દીકરી દિવ્યા (ઉં.વ.૧૦) ધો. પ માં અભ્યાસ કરતી હતી. ગઇકાલે સાંજે તે પાઠય પુસ્તકને પૂઠુ ચઢાવવા માટે કબાટમાંથી કવર કાઢવા ગઇ હતી. કબાટમાં હાથ નાંખતા જ સંતાઇ રહેલો સાપ તેને હાથે કરડી ગયો હતો. તેને સારવાર માટે તેનો પિતરાઇ ભાઇ હાર્દિક સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. હાર્દિકે જણાવ્યું  હતું કે, મારી બહેનને લઇને હું સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. તેને ઝેરની અસર થવાની શરૃઆત થઇ ગઇ હતી. 


મારી બહેન ઉછળતી હતી. પરંતુ, ડોક્ટર કેસ કાગળો બનાવવામાં વ્યસ્ત હતા. મેં ત્યાં હાજર ડોક્ટરને કહેવા ગયો હતો. પરંતુ, ત્યાં સુધી મોડું થઇ ગયું હતું.  ઝેર છેક મગજ અને ફેફસાં સુધી પહોંચી ગયું હતું. મારી બહેનને શ્વાસ લેવામાં પણ તકલીફ શરૃ થઇ ગઇ હતી.માત્ર દોઢ કલાકમાં જ મારી બહેનનું મોત થયું હતું. ડોક્ટરની બેદરકારીના લીધે મારી બહેનનું મોત થયું છે.  મારી બહેનને દંશ મારનાર સાપ કોબ્રા હતો. દંશ માર્યા પછી પણ સાપ ફેણ તાણીને ઘરમાં દોઢ કલાક સુધી બેસી રહ્યો હતો. સાપ પકડતા એક શખ્સને બોલાવી લાવતા તે સાપ પકડીને લઇ ગયો હતો.

Reporter: admin

Related Post