News Portal...

Breaking News :

સંસદભવનના મેનૂમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા

2025-07-17 13:07:02
સંસદભવનના મેનૂમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા


દિલ્હી : તાજેતરમાં જ સમોસા, જલેબી જેવી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો વિષય ચર્ચાયો હતો ત્યારે જેમ જનતાનું સારું સ્વાસ્થ્ય જરૂરી છે, તેમ જન પ્રતિનિધિનું પણ સ્વાસ્થ્ય સારું રહે તે જરૂરી છે. આ વાતને ધ્યાનમાં લઈ સંસદભવનના મેનૂમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. 



લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની વિનંતી પર આ મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે. સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપવા માટે આ મેનૂમાં બાજરી આધારિત ખોરાક, ફાઇબરથી ભરપૂર સલાડ અને પ્રોટીનથી ભરપૂર સૂપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વાનગીઓમાં કાર્બોહાઇડ્રેટ્સ, સોડિયમ અને કેલરી ઓછી હશે. સંસદમાં નવા આકર્ષક મેનૂમાં રાગી બાજરીની ઈડલી, સાંભર અને ચટની ( 270 કેલરી), જવારનો ઉપમા, (270 કેલરી) અને ખાંડ વગરની મિક્સ બાજરીની ખીર (161 કેલરી), ચના ચાટ, મગ દાળ ચીલા જેવા ભારતના લોકપ્રિય ભોજન પણ સામેલ છે. હળવા નાસ્તા માટે, તમે ‘જવ’ અને ‘જુવાર સલાડ’ (294 કેલરી) અથવા ‘ગાર્ડન ફ્રેશ સલાડ’ (113 કેલરી) જેવા વિવિધ પ્રકારના સલાડનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ સાથે રોસ્ટ ટામેટા અને તુલસી શોરબાઅને ‘વેજીટેબલ ક્લિયર સૂપ’નો પણ સમાવેશ કરાયો છે.




માંસાહારી ખોરાક માટે આ વિકલ્પ રાખવામાં આવ્યા:
જે સાંસદો માંસાહાર કરે છે તેમને કઈ ખાસ છૂટ આપવામાં આવી નથી, માંસાહારી ખોરાક માટે ફક્ત'ગ્રીલ્ડ ચિકન વિથ બાફેલા શાકભાજી' (157 કેલરી) અને ગ્રીલ્ડ ફિશ (378 કેલરી) જેવા વિકલ્પો રાખવામાં આવ્યાં છે. મેનૂમાં પીણામાં અનેક વિકલ્પો રાખવામાં આવ્યાં છે. જેમાં લીલી અને હર્બલ ચા, મસાલા સત્તુ અને ગોળના સ્વાદવાળી કેરી પન્ના, ખાંડથી ભરપૂર સોડા જે પરંપરાગત મીઠાઈઓનું સ્થાન લઈ રહી છે વગેરે જેવી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post