અયોધ્યા: રામજન્મ ભૂમિ પર દીપોત્સવની શરૂઆત થઈ ગઈ છે. અયોધ્યામાં 28 લાખ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો છે.
સીએમ યોગીએ રામ મંદિરમાં પહેલો દીપ પ્રગટાવીને દીપોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ પછી સરયૂના 55 ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચ્યાં હતાં. યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સાથે રથ પર સવાર થયા. યોગીએ ભગવાનનો રથ ખેંચ્યો હતો. ભગવાન રામને રામકથા પાર્કમાં લાવવામાં આવ્યા હતા. અહીં યોગીએ રામની આરતી કરી હતી તેમજ રાજ તિલક કર્યું હતું.
યોગીએ કહ્યું- આ દિવાળીના દીવાઓ જે તમે પ્રગટાવશો તે માત્ર દીવા નથી. આ સનાતન ધર્મનો વિશ્વાસ છે. અયોધ્યાના લોકોએ આગળ આવવું પડશે. મથુરા-કાશી પણ અયોધ્યા જેવી દેખાવી જોઈએ. અયોધ્યામાં રસ્તાઓ પર કલાકારો ડાન્સ કરી રહ્યા હતા. મરાઠી કલાકારે રસ્તા પર શિવાજીનો ધ્વજ લહેરાવ્યો. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આ પહેલો દીપોત્સવ છે. આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે CM યોગી પોતે અયોધ્યામાં હાજર રહ્યા છે.દેશ-વિદેશના ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. સમગ્ર વાતાવરણ રામમય થઈ ગયું છે. રામ મંદિરમાં એક ખાસ રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં રંગોનો નહીં, પણ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરવાજા પર તોરણ લગાવવામાં આવ્યાં છે.
Reporter: admin