દિપાવલી પર્વ નિમિત્તે હ્રદયે કોમળ અને સેવાભાવી સ્વભાવના તથા કાયદાનું પાલન અને અનુસાશન બાબતે સખ્ત અકોટા પોલીસ મથકના PI વાય. એમ. મકવાણા સાહેબ દ્વારા શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને અનોખું સેવાકાર્ય હાથ ધર્યું છે.
તેમણે ફૂટપાથ પર જીવન વ્યતિત કરવા મજબુર નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા પુરી પાડી છે. અને તેમને દિપાવલી પર્વ નિમિત્તે મીઠાઇનું વિતરણ પણ કર્યું છે. આ સેવાકાર્યમાં અકોટા પોલીસ મથકના હરપાલસિંહ અને અમરદિપસિંહ તથા "શ્રવણ સેવક" યોગદિપસિંહ જાડેજા જોડાયા હતા.
શ્રવણ સેવા ફાઉન્ડેશન તમામના સેવાભાવી પ્રયાસોની સરાહના કરે છે. અને અકોટા પોલીસ મથકના PI વાય. એમ. મકવાણા સાહેબ તથા સર્વેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તથા તેમના પર પ્રભુકૃપા વરસતી રહે તે માટે પ્રભુ જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરે છે.
Reporter: admin