વડોદરામાં વધુ 36 સાયરનો વસાવવા આદેશ, જરુરી ચીજોના ભાવ ના વધે તેની તકેદારી રખાશે
ભારત પાકિસ્તાન તણાવ અને યુદ્ધની પરિસ્થીતી સમયે પહોંચી વળવા માટે વડોદરા જિલ્લા વહિવટીતંત્ર લાગે લાગેલું છે.
આજે રજાના દિવસે પણ વડોદરા જિલ્લા કલેક્ટર ઓફિસ ચાલુ રહી હતી તમામ જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યમંત્રીએ આજે ઓનલાઇન વિડીયો કોન્ફરન્સ પણ યોજી હતી અને તમામ પાસાની ચર્ચા કરી હતી. આજે ડિઝાસ્ટર અને સાયરન ને લઇ મીટીંગ હતી.ઉલ્લેખનિય છે. કે બ્લેક આઉટ વખતે શહેરમાં મિશ્રા પ્રતિસાદ મળ્યો હતો. જેનું કારણ સાયરન પણ હોઈ શકે. આખા વડોદરામાં ના વાગ્યાં હોય અને કોઈ નાગરિક ને ખબર ન પડી હોય તે બની શકે છે. અને તેથી જ તંત્ર દ્વારા સાયરનો વિશે ખાસ નિર્ણય લેવાયો છે.વડોદરા જિલ્લા કલેક્ટર ડ઼ો અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થીતી દરમિયાન કોઇ પમ પરિસ્થીતીને પહોંચી વળવા જીલ્લા વહિવટી તંત્ર તૈયાર છે. તેમણે કહ્યું કે જીવન જરુરીયાતની ચીજોનો પુરવઠો જળવાઇ રહે તે માટે ખાસ સૂચના આપવાની સાથે જીવન જરુરી ચીજોનો ભાવ વધારો ના થાય તે માટે પણ ખાસ સૂચના આપવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલ સેવા પણ જળવાઇ રહે તે માટે જરુરી સુચના આપી દેવાઇ છે અને બ્લડનો પુરવઠો રહે તે માટે પણ બ્લ્ડ બેંકોમાં સુચના આપવામાં આવી છે. અને હાલ શહેર જિલ્લામાં રક્તદાન શિબીર પણ યોજાઇ રહી છે અને આગામી સમયમાં પમ રક્તદાન શિબીરોનું આયોજન કરાય તે માટે ધ્યાન અપાશે.
તેમણે એમ પણ કહ્યું કે શહેરમાં વધઉ સાયરનો વસાવા માટે પણ આદેશ અપાયો છે. અત્યારે શહેરમાં 10 સાયરનો છે તથા ફાયર સર્વિસની 11 સાયરનો છે અને સમગ્ર શહેરમાં આવરી લેવાય તે માટે વધુ સાયરનો વસાવામાં આવશે. તેમણે કહ્યું કે સમગ્ર શહેરને આવરી લેવાય તે માટે વધઉ 36 સાયરનો વસાવામાં આવશે તો અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવાઇ છે તથા તમામને હેડક્વાર્ટરમાં જ રહેવા જણાવાયું છે. શહેર જિલ્લામાં ડ્રોન એક્ટિવીટી ના થાય તથા ફટાકડા પણ ના ફૂટે તે માટે ખાસ ધ્યાન રાખવા પણ સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત બોર્ડર રાજ્ય હોવાથી વહિવટી તંત્ર ખાસ તકેદારીના પગલાં લઇ રહ્યું
Reporter: admin