News Portal...

Breaking News :

શરુઆતથી જ વિવાદોમાં રહેલા મનોજ પાટીલનું નવુ કારનામું

2025-05-11 09:22:57
શરુઆતથી જ વિવાદોમાં રહેલા મનોજ પાટીલનું નવુ કારનામું


સીએફઓ મનોજ પાટિલે સત્તાની ઉપરવટ જઇને વેહિકલ પુલના અધિકારીની સ્ટોરમાં બદલી કરતાં વિવાદ 
શહેરમાં આવેલા વાવાઝોડા સમયે ફરજ ઉપર ગાયબ થયેલા મનોજ પાટીલ ને મ્યુની કમિશનરે નોટિસ આપી.


વિવાદોમાં પંકાયેલા વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે ફરી એક વાર પોતાની સત્તાનો દુરપયોગ કર્યો છે અને પાલિકાના વેહિકલપુલમાં ફરજ બજાવી રહેલા અધિકારીને પોતાની મનમાની કરીને સ્ટોર મેનેજર તરીકે ઓર્ડર કરી દીધો છે.પોતાની લાયકાત અને અનુભવના કારણે જેઓ વિવાદમાં સપડાયેલા છે અને પૂર્વ કમિશનર દિલીપ રાણાના આશિર્વાદથી જેઓ ચીફ ફાયર ઓફિસર બન્યા છે તેવા મનોજ પાટીલે ફરી એક વાર પોતાની સત્તાનો દુરપયોગ કર્યો છે. તેમણે 2 જી મેના રોજ કેટલાક કર્મચારી અને અધિકારીની ફેરબદલી કરી છે જેમાં મુખ્ય ઓફિસર ફાયરમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર (યાંત્રીક( ફાયર) કૌશલ શાહની પાણીગેટ સ્ટોરના ઇન્ચાર્જ તથા મુખ્ય ફાયર ઓફિસર તરીકે ફેરબદલી કરી છે. જ્યારે પાણીગેટ સ્ટોરમાં ફરજ બજાવતા સબ ફાયર ઓફિસર હસમુખ વસાવાની પાણીગેટ સ્ટોરમાં ફેરબદલી કરી છે તથા પાણીગેટ ફાયર સ્ટેશનના સર સૈનિક દિપક પરમારની બદામડી બાગ ફાયર સ્ટેશનમાં ફેરબદલી કરી છે. આ સાથે મુખ્ય ઓફિસર ફાયરમાં સૈનિક તરીતે ફરજ બજાવતા રીતેશ પટેલની પાણીગેટ સ્ટોર મુખ્ય ઓફિસર ફાયર તથા ઇલેકટ્રીક સંબંધીત કામગિરીઓમાં ફેરબદલી કરી છે તો પાણીગેટ ફાયર સ્ટેશનના સૈનિક ભરત ડોડીયા ની પાણીગેટ સ્ટોર તથા પાણીગેટ ફાયર સ્ટેશનમાં જરુરી મદદ માટે ફેરબદલી કરી છે તો પાણીગેટ સ્ટોરના સૈનિક અજય વસાવાની પાણીગેટ સ્ટોર તથા પાણીગેટ ફાયર સ્ટેશનમાં જરુરી મદદ માટે ફેરબદલી કરી છે. 



જો કે નવાઇની વાત એ છે કે પાલિકાના વેહિકલ પુલમાં ફરજ બજાવતા કૌશલ શાહને પાટિલે પોતાની સત્તાનો દુરપયોગ કરીને ફાયરના સ્ટોર મેનેજર તરીકે ઓર્ડર કરી દીધો છે જે ક્યારેય કરી શકાય જ નહી કારણ કે આ ઓર્ડર માત્રને માત્ર ડે.કમિશનર કે મ્યુનિ.કમિશનર જ કરી શકે છે. છતાં મનોજ પાટીલે પોતાની સત્તાની ઉપરવટ જઇને કોશલ શાહની ફાયરના સ્ટોર મેનેજર તરીકે ઓર્ડર કર્યો છે. કૌશલ શાહનો માત્ર વેહીકલ પુલમાંથી ફાયરની ગાડીઓનો મેઇન્ટેનન્સનો અગાઉ ઓર્ડર થયેલો છે. પણ ચીફ ફાયર ઓફિસર ક્યારેય સ્ટોર મેનેજર તરીકે તેમનો ઓર્ડર કરી ના શકે. સીએફઓ પાટીલ પોતાની સત્તા કાં તો ભુલી ગયા છે કાંતો તેમણે દુરપયોગ કર્યો છે કાં તો પછી કોઇની દોરવણી હેઠળ આ ફેરબદલીનો ઓર્ડર કર્યો છે. કમિશનર અને ડે.કમિશનરે મનોજ પાટીલ પાસેથી આ બાબતનો ખુલાસો પુછવો જોઇએ કે તેમણે કઇ સત્તાના જોરે આ ઓર્ડર કર્યો છે અને કોના કહેવાથી કે કોની દોરવણીથી ઓર્ડર કરેલો છે. 

ભારે વરસાદ સમયે છૂ થઇ જનારા મનોજ પાટીલને નોટિસ ફટકારાઇ 

તાજેતરમાં 5 મેના રોજ વડોદરા શહેરમાં પડેલા ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાયા હતા. ભારે પવન અને વાવાઝોડાના કારણે શહેરમાં 250થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. તે વખતે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ વડોદરા શહેરમાં કે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રુમમાં જ હાજર ન હતા. જેમના માથે આખા શહેરીજનોની રક્ષા કરવાની જવાબદારી છે તેવા સીએફઓ મનોજ પાટીલ શહેરીજનોની રક્ષા કરવાના બદલે ગેરહાજર રહ્યા હતા અને તેની ગંભીર નોંધ મ્યુનિ.કમિશનર મહેશ અરુણ બાબુએ લીધી હતી. ખુદ કમિશનર પણ પોતાની જવાબદારી સમજીને ફાયરના કન્ટ્રોલ રુમમાં પહોંચી ગયા હતા અને કામગિરીની માહિતી મેળવી ઝડપથી વૃક્ષોનો નિકાલ થાય તથા પાણીનો નિકાલ થાય તેવા પ્રયાસ કર્યા હતા. પણ સીએફઓ પાટીલ જોવા મળ્યા ન હતા. જેની ગંભીર નોંધ તેમણે લીધી હતી. મ્યુની કમિશનરે કહ્યું હતું કે મનોજપાટીલને નોટીસ આપવામાં આવી છે.

Reporter: admin

Related Post