ભાઉનું બુદ્ધિનું પ્રદર્શન
વડોદરા ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સમાં દર્દીની જગ્યાએ ટાયરોની હેરફેર ? કોના આદેશથી, ક્યાં સાગેવગે થતા હતા ? તપાસનો વિષય...
શહેરના બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ જે રીતે પોતાની સત્તાનો મનફાવે તે રીતે દુરપયોગ કરી રહ્યા છે તે જોતાં હવે મ્યુનિ.કમિશનર અને ડે.મ્યુનિ.કમિશનરે પણ સચેત થવાની જરુર છે. પોતાની સત્તા ના હોય તેમ છતાં બદલીઓ તો ચીફ ફાયર ઓફિસરે કરી જ છે અને તેમણે એવા અનેક અવ્યવહારુ નિર્ણયો પણ લીધા છે. તે જોતાં ચીફ ફાયર ઓફિસર ખરેખર ફાયર વિભાગનો વહિવટ કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. આજે એક એવું દ્રષ્ય જોવા મળ્યું કે તે જોતાં દરેક વડોદરાવાસીઓ ચોંકી ઉઠ્યા હતા. આજે શહેરના રસ્તા પર ફાયર વિભાગની એમ્બ્યુલન્સ પસાર થઇ અને તે એમ્બ્યુલન્સમાં જોતા ફાયરની ગાડીઓના ટાયર જોવા મળ્યા હતા. આમ તો એમ્બ્યુલન્સ જ્યારે પસાર થાય ત્યારે લોકોને લાગે કે કોઇ દર્દી હશે અથવા તો કોઇના અંતિમ સસ્કાર માટે લઇ જવાતો મૃતદેહ હશે પણ આજે ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ પસાર થઇ તેમાં માત્રને માત્ર ટાયરો જ ભરેલા હતા. તેની સાથે રહેલા અન્ય એક વાહનમાં પણ ટાયરો ભરેલા હતા.ટાયર નવા હતા કે જુના હતા? ક્યાં લઈને જતા હતા? કોના આદેશથી મોકલાયા હતા ?બારોબાર સગેવગે થતા હોય તો તપાસનો વિષય બની જાય છે..સ્ટોર વિભાગના મેનેજર કૌશલ શાહ અને ચીફ ફાર ઓફિસર મનોજ પાટીલ કેવી રીતે પોતાની સત્તાનો દુરપયોગ કરી રહ્યા છે તે આનું ઉત્તમ ઉદાહરણ છે. ફાયર વિભાગની એમ્બ્યુલન્સ મોટેભાગે અંતિમ વિધી માટે ઉપયોગ થાય છે અથવા તો કોઇનો મૃતદેહ તેમના ઘેર પહોંચાડવાનો હોય ત્યારે થાય છે પણ તેના બદલે સ્ટોરના મેનેજર કૌશલ શાહ અને ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે એમ્બ્યુલન્સમાં ટાયરો ભર્યા હતા. આ અણઆવડત અને ગેરવહીવટનું ઉદાહરણ છે. ચીફ ફાયર ઓફિસરને કેવી રીતે વહિવટ કરવો તેની ગતાગમ પડતી નથી. ક્યાંથી પડે કારણ કે તેમણે ક્યારેય રાજ્યની કોઇપણ નગરપાલિકા કે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડમાં ક્યારેય કામ કર્યું જ નથી. કૌશલ શાહ પણ તેમનો મળતીયો છે. કૌશલ શાહની તાજેતરમાં સ્ટોરમાં જ બદલી મનોજ પાટીલે કરી હતી. બંને અણઆવડતનું પ્રદર્શન કરનારા કોર્પોરેશનમાં ભેગા થયા છે. ભલા માણસ એમ્બ્યુલન્સ જો હાજર હોત તો કોઇકને મદદરુપ થાત પણ આ બંને મહાનુભાવોએ બુદ્ધીનું પ્રદર્શન કરીને એમ્બ્યુલન્સમાં ટાયરો ભર્યા હતા. મ્યુનિ.કમિશનર અને ડે કમિશનર જો ચીફ ફાયર ઓફિસર પર લગામ નહી રાખે તો આ ચીફ ફાયર ઓફિસર ક્યારેક તેમને પણ બદનામી કરાવશે તે ચોક્કસ છે.
મનોજ પાટીલે સત્તાનો દૂર ઉપયોગ કરી કૌશલ શાહની સ્ટોર મેનેજર તરીકે નિમણુંક કરી હતી...
વિવાદોમાં પંકાયેલા વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે ફરી એક વાર પોતાની સત્તાનો દુરપયોગ કર્યો હતો અને પાલિકાના વેહિકલપુલમાં ફરજ બજાવી રહેલા અધિકારીને પોતાની મનમાની કરીને સ્ટોર મેનેજર તરીકે ઓર્ડર કરી દીધો છે.પોતાની લાયકાત અને અનુભવના કારણે જેઓ વિવાદમાં સપડાયેલા છે અને પૂર્વ કમિશનર દિલીપ રાણાના આશિર્વાદથી જેઓ ચીફ ફાયર ઓફિસર બન્યા છે તેવા મનોજ પાટીલે ફરી એક વાર પોતાની સત્તાનો દુરપયોગ કર્યો છે. તેમણે 2 જી મેના રોજ કેટલાક કર્મચારી અને અધિકારીની ફેરબદલી કરી છે જેમાં મુખ્ય ઓફિસર ફાયરમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર (યાંત્રીક( ફાયર) કૌશલ શાહની પાણીગેટ સ્ટોરના ઇન્ચાર્જ તથા મુખ્ય ફાયર ઓફિસર તરીકે ફેરબદલી કરી હતી.
Reporter: admin