વિનાશકાળે વિપરીત બુદ્ધિ..
આશિષ જોશી સહિત, 9 રહિશોએ વકીલ મારફત કલેક્ટરને વિગતવાર જવાબ રજૂ કર્યો
કેટલાક ઝેરીલા નેતાઓ અને પૂર્વ કાઉન્સિલરની ભૂંડી ભૂમિકા..
જો સરકાર મહાદેવને લેન્ડ ગ્રેબર જાહેર કરે તો અમે શિવ ભક્તો પણ લેન્ડ ગ્રેબર ઓળખાવવા તૈયાર : આશિષ જેશી...

મુખ્યમંત્રીને ખુશ કરવા માટે,નિષ્ઠુર અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.
હરણી બોટકાંડનાં પીડિતોને શરૂથી મદદ કરનારા કોર્પોરેટર આશિષ જોશીને યેનકેન પ્રકારેણ હેરાન કરવાનો તખ્તો ગોઠવાઇ ગયો છે. અગાઉ ભાજપમાંથી કાઢ્યા બાદ હવે ભાજપના ઝેરીલા નેતાઓના જ ઇશારે કોર્પોરેટર આશિષ જોશીને પોતાના મકાનની પાસે જ સરકારી પ્લોટમાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે તે બાબતે કલેક્ટરે નોટિસ આપી હતી. આ પ્લોટ પર રહેતા ઝુંપડાવાસીઓ અને પશુપતિનાથ મંદિરને પણ નોટિસ આપી છે. ઉલ્લેખનિય છે કે રાજારાણી તળાવમાં રહેતા હરણી બોટકાંડના પીડિત સરલા શિંદેને પણ મામલતદારે નોટિસ આપી હતી. આ મામલે આશિષ જોશી સહિત 9 રહિશોએ કલેક્ટરને વિગતવાર જવાબ રજૂ કર્યો.
આશિષ જોશી સહિત 9 રહીશોએ કલેક્ટરને જવાબ આપ્યો છે. આશિષ જોશીએ જણાવ્યું હતું કે આ મિલકત તેમણે 2009માં રજી.વેચાણ દસ્તાવેજના આધારે તેમનાં પત્નીએ ખરીદી હતી અને ત્યારબાદ તેમાં કોઇ વધારો કરાયો નથી. વેચાણ દસ્તાવેજમાં પણ ચતુઃસીમામાં તેમના ઘર પાસે પશુપતિનાથનું મંદિર હોવાનું સ્પષ્ટ લખાયેલું છે. તે રહે છે ત્યાં અગાઉ ટોઇની ટોઇસ નામની શાળા હતી અને તેના ફોટા પણ તેમણે જવાબમાં રજૂ કર્યા હતા. અમને અપાયેલી નોટિસ સદંતર ખોટી અને ગેરકાયદેસરની છે. તેમણે કોઇ પ્રકારે બાંધકામ કે દબાણ કરેલું નથી અને વખતો વખત સરકારી કર્મચારીઓએ ચકાસણી પણ કરેલી છે. ત્યાં રહેતા ભીખાભાઇ તડવીએ આ ઝુપડા રેગ્યુલાઇઝ કરી આપવા મુખ્યમંત્રીને અરજી કરી હતી. આ લોકો પાસેથી કાયદેસર રીતે મહેસુલ પણ વસુલ કરાયું છે. લાઇટબિલ પણ વસુલ કરવામાં આવે છે. તેઓ સરકારને ઉપજ દંડની રકમ જમા કરાવે છે. સિવીલ દાવામાં પણ શંકર ભગવાનું મંદિર હોવાનું જણાઇ આવે છે. અમે લેન્ડગ્રેબર નથી. જો સરકાર મહાદેવને લેન્ડ ગ્રેબર જાહેર કરે તો અમે શિવ ભક્તો પણ લેન્ડ ગ્રેબર ઓળખાવવા તૈયાર છીએ. અમે કોઇ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કરેલું નથી.

હવે તેમને હેરાન પરેશાન કરવાના હેતુથી ખોટી કાર્યવાહી કરાઇ રહી છે.
આશિષ જોશીએ કલેક્ટરને જવાબમાં જણાવ્યું છે કે હરણી બોટકાંડના પીડિતોને સપોર્ટ કરવા તેમના દ્વારા સરકારને ઉચ્ચ સ્તરે રજૂઆતો કરાતા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા અને હવે તેમને વધુ હેરાન પરેશાન કરવાના હેતુથી ખોટી કાર્યવાહી કરાઇ રહી છે. મોટનાથ તળાવનો વિકાસ કરવા માટે મ્યુનિ.કમિશનર એચ. એસ.પટેલે કોટીયા પ્રોજેક્ટને 1 રુપીયાના ટોકને પ્રોજેક્ટ આપવા ભલામણ કરી હતી અને તે સમયના ટીપીઓ ગોપાલ શાહે શડયંત્ર રચ્યું હતું. વિનોદ રાવ દ્વારા શાસક પક્ષના કોર્પોરેટરોના મેળાપીપણામાં 2015થી 2017માં મોટુ કૌભાંડ થયેલું છે. તેવા ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવા અને વારંવાર રજૂઆતો કરી હતી પણ કોઇ પગલાં ભરાયા ન હતા.
જાણે ભગવાન પશુપતિનાથ મહાદેવે પણ ગુનો કર્યો હોય તેવી રીતે સરકારે નોટિસ મોકલી છે
આશિષ જોશીએ જવાબમાં જણાવ્યું કે પહેલગામ હુમલા બાદ વડાપ્રધાનના આદેશ મુજબ પાકિસ્તાનીઓ સામે પગલાં ભરવા જણાવાયું હતું પણ આ કાયદાનો દુરપયોગ કરીને વર્ષોથી વડોદરામાં સ્થાયી થઇને રહેતા ભારતીયો સામે પગલાં લેવામાં આવે છે તેવું જણાય છે. સરકાર કોઇ પણ પ્રકારે એક દસકાથી વધુ સમયથી વાઘોડીયા રોડ પર રહેતા લોકોને ખોટી રીતે ટાર્ગેટ કરી રહી છે જાણે ભગવાન પશુપતિનાથ મહાદેવ પણ પાકિસ્તાની હોય તેવી રીતે સરકાર નોટિસ મોકલી રહેલ છે. પશુપતિનાથનું મંદિર સરકારી જગ્યામાં આવેલું છે પણ જો તમે બુલડોઝર ચલાવાના હો તો તેમને જાણ કરવામાં આવે જેથી તેઓએ ભગવાનની યોગ્ય વિધી કરીને ભગવાનની સરકાર વતી માફી માગીશું. સરકારનું પગલું હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરી શિવભક્તોની આસ્થા સાથે રાજરમત રમી પોતાનો એજન્ડા સિદ્ધ કરવા માગે છે. જો સરકાર મહાદેવને લેન્ડ ગ્રેબર જાહેર કરે તો અમે શિવ ભક્તો પણ લેન્ડ ગ્રેબર ઓળખાવવા તૈયાર છીએ અમે કોઇ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કરેલું નથી.
હવે આ ઝુંપડાવાળા અને મહાદેવ સાથે અન્યાય ચાલુ થયો
અમે ન્યાય માટે લડીએ છીએ. અત્યાર સુધી હરણી બોટકાંડના 12 બાળકો તથા શિક્ષીકાઓને ન્યાય મળે તે માટે લડતો હતો પણ તેમને તો ન્યાય ના મળ્યો . હવે આ ઝુંપડાવાળા અને મહાદેવ સાથે અન્યાય ચાલુ થયો પણ તેમને પણ ન્યાય મળે તે માટે લડત ચાલુ રહેશે.
આશિષ જોશી, કોર્પોરેટર
આરોપીઓને કેસમાંથી છુટે તેવો તખ્તો તૈયાર થઇ રહ્યો હોય તેવું જણાઇ આવે છે.
જે પ્રકારનું દબાણ ઉભુ થઇ રહ્યું છે તે જોતાં આશિશ જોશીને હરણી બોટકાંડ પિડીતોને સરકારના પ્રતિનીધી તરીકે વિશ્વાસ સંપાદન કરેલો અને ત્યારબાદ આશિશ જોશીને સસ્પેન્ડ કરી હવે જે પ્રકારે સ્થિતીનું નિર્માણ કર્યું છે તે જોતાં હરણી બોટકાંડ કેસ કોર્ટમાં ચાલુ થવા જઇ રહ્યો છે તેવામાં આશિશ પર દબાણ લાવી કેસના મુખ્ય આરોપીઓના તમામ પીડિત પરીવારોનું મનોબળ પીઠબળ તોડીને આરોપીઓને કેસમાંથી છુટે તેવો તખ્તો તૈયાર થઇ રહ્યો હોય તેવું જણાઇ આવે છે.
હિતેશ ગુપ્તા, પીડિતોના વકીલ
Reporter: admin







