માંડવી ઇમારતનું યોગ્ય રીતે ઝડપથી રિસ્ટોરેશન થવું જરુરી છે (topi)
ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરીત પીલરને આજે લોખંડની પ્લેટો દ્વારા વેલ્ડીંગ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે હાલમાં જે કામગીરી ચાલી રહી છે એ ફક્ત અને ફક્ત પ્રોટેક્શન આપવાનું કામ ચાલી રહ્યું છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે આ પ્રોટેક્શન બે ત્રણ મહિના સુધી મદદ કરી શકે છે અને ત્યાર પછી આની યોગ્ય રીતે રિસ્ટોરેશનની કામગીરી તો કરવી જ પડે નહીં તો અકસ્માત થવાની સંભાવના છે.

હાલમાં મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ પ્રોસેસ ચાલી રહ્યો છે. હજી સુધી ટેન્ડર ખોલવામાં આવ્યું નથી અને હજી સુધી ટેન્ડર ભરાયા નથી અને હજી સુધી કોઈ હેરિટેજ કામ કરી શકે એવી કોઈ એજન્સીને કામ આપવામાં આવ્યું નથી તો આ કામ ક્યારે અપાશે અને આનું કામ ક્યારે ચાલુ થશે તે સૌથી મોંટો પ્રશ્ન છે. કોર્પોરેશન માત્રને માત્ર ઠાલા વાયદા કરે છે પણ ઝડપથી રિસ્ટોરેશન પ્રક્રિયા થાય તે માટે ટેન્ડર પ્રોસેસીંગ પણ શુ કરી શકતું નથી. માંડવી ઇમારતનું યોગ્ય રીતે ઝડપથી રિસ્ટોરેશન થવું જરુરી છે કારણ કે જો આનું કામ ઝડપથી શરૂ નહીં થાય તો માંડવી ઇમારતને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે. ઉલ્લેખનિય છે કે આજે ભદ્ર કચેરી પાસે આવેલી દિવાલ કે જે ગાયકવાડી સમયની હતી તે ધરાશાયી થઈ અને એક નિર્દોષ વ્યક્તિ મૃત્યુ પામી છે. તો કોર્પોરેશનના શાસકોએ ત આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. ઐતિહાસિક વારસાને યોગ્ય રીતે રેસ્ટોરેશન મેન્ટેનન્સ જરુરી છે. આ માટે સતત મહાનગરપાલિકા પાસે યોગ્ય કામગીરી થાય એની રજૂઆત કરાય છે કે યોગ્ય હેરિટેજ સેલ બનાવી યોગ્ય વડોદરાના ઐતિહાસિક વારસાને સુરક્ષિત કરો નહીં તો બધો વારસો નષ્ટ થઈ જશે સર સયાજીરાવ ગાયકવાડે આપેલા ઐતિહાસિક વારસાને સાચવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે તો વડોદરા શહેરના મહાનગરપાલિકાના કમિશનર આના ઉપર ગંભીરતાથી કામ કરે તે જરુરી છે.

યોગ્ય હેરિટેજ સેલ બનાવી વડોદરા ના ઐતિહાસિક વારસાને સુરક્ષિત કરો નહીં તો બધો વારસો નષ્ટ થઈ જશે
આજે મારા તપના 143 માં દિવસે ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરીત પીલરને લોખંડની પ્લેટો દ્વારા વેલ્ડીંગ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે હાલમાં જે કામગીરી ચાલી રહી છે એ ફક્ત અને ફક્ત પ્રોટેક્શન આપવાનું કામ ચાલી રહ્યું છે હાલમાં જે કામ ચાલી રહ્યું છે તેના એની એન્જિનિયરો સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે આ પ્રોટેક્શન બે ત્રણ મહિના સુધી મદદ કરી શકે ત્યાર પછી આની યોગ્ય રીતે રેસ્ટોરેશનની કામગીરી તો કરવી જ પડે નહીં તો અકસ્માત થવાની સંભાવના છે.હજી સુધી ટેન્ડર ખોલવામાં આવ્યું નથી હજી સુધી ટેન્ડર ભરાયા નથી હજી સુધી કોઈ હેરિટેજ કામ કરી શકે એવી કોઈ એજન્સીને કામ આપવામાં આવ્યું નથી તો આ કામ ક્યારે અપાશે અને આનું કામ ક્યારે ચાલુ થશે યોગ્ય રીતે રિસ્ટોરેશન એ ખૂબ ગંભીર બાબત છે જો આનું કામ ઝડપથી શરૂ નહીં થાય તો આને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે. આપણે આજે જ જોયું કે ભદ્ર કચેરી પાસે આવેલી દિવાલ ગાયકવાડી સમયની ધરાશાયી થઈ અને એક નિર્દોષ વ્યક્તિ મૃત્યુ પામી તો આની ગંભીરતા લેવી જોઈએ ઐતિહાસિક વારસાને યોગ્ય રીતે રેસ્ટોરેશન મેન્ટેનન્સ જરુરી છે અમે સતત મહાનગરપાલિકા પાસે યોગ્ય કામગીરી થાય એની રજૂઆત કર્યા કરીએ છીએ કે યોગ્ય હેરિટેજ સેલ બનાવી વડોદરા ના ઐતિહાસિક વારસાને સુરક્ષિત કરો નહીં તો બધો વારસો નષ્ટ થઈ જશે. સર સયાજીરાવ ગાયકવાડે આપેલા ઐતિહાસિક વારસાને સાચવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે તો વડોદરા શહેરના મહાનગરપાલિકાના કમિશનર આના ઉપર ગંભીરતાથી કામ કરે એવી વિનંતી છે
હરિઓમ વ્યાસ, પૂજારી



Reporter: admin







