ગણપતિ બાપ્પા મોર્યા! - ચાલો યોગ અપનાવીએ, પર્યાવરણ બચાવીએ.
સંસ્કારી નગરી તથા ઉત્સવનગરી વડોદરા શહેર ગણેશ મહોત્સવની ભવ્યતા અને નવીનતાને લઈને જાણીતું છે. દર વર્ષે હજારો પંડાલો અનોખા થીમ સાથે શણગારાય છે અને ભક્તો સુધી નવા સંદેશાઓ પહોંચાડે છે. આ વર્ષનું મુખ્ય આકર્ષણ - યોગ પ્રત્યેની જાગૃતિ છે.

યોગ થીમ
બાજવાડા યુવક મંડળે ખત્રીવાડ સ્થિત રોકડનાથ મંદિર પાછળ બનાવેલા પંડાલમાં ભગવાન ગણેશને વિવિધ યોગ મુદ્રાઓમાં પ્રતિષ્ઠિત કર્યા છે. દિવાલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગ ગુરુ બાબા રામદેવના યોગ કરતી તસ્વીરો, સાથે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી પ્રેરક છબીઓ સુશોભિત કરી છે. મંડળના આયોજકો એ જણાવ્યું કે, યોગ આપણા પ્રાચીન સંસ્કાર છે, જે શરીર-મનને તંદુરસ્ત રાખે છે. ખાસ કરીને યુવાનોને મોબાઇલથી દૂર રહી શારીરિક પ્રવૃત્તિઓ અપનાવવી જોઈએ.”

Reporter:







