News Portal...

Breaking News :

મંત્રીપદ આપવા પક્ષ અને વડાપ્રધાને જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે: રૂપાલા

2024-06-14 22:25:39
મંત્રીપદ આપવા પક્ષ અને વડાપ્રધાને જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે: રૂપાલા



લોકસભા ૨૦૨૪ ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા પુરુશોત્તમ રૂપાલા માટે સૌથી મોટો ઝટકોએ હતો કે જંગી સરસાઈથી જીતવા છતાં તેમને મોદી કેબિનેટમાં  તેમનું પત્તું કપાઈ ગયું હતું.  હવે આ મામલે પહેલીવાર તેમણે પત્રકારોને જવાબ આપ્યો છે.


ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં માથાનો દુઃખાવો બની ગયેલા પરશોત્તમ રૂપાલાને જ્યારે મંત્રીપદ ન મળવા વિશે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આમાં એવું કંઇ છે જ નહીં. મંત્રીપદ આપવું કે ન આપવું તેના કોઈ કારણો ન હોય. પક્ષ અને વડાપ્રધાને જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે હું તેનું સ્વાગત કરું છું અને તે નિર્ણય મને સ્વીકાર્ય છે. 

 કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી સામે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય આંદોલનના પડકાર છતાં 5 લાખ જેટલાં વોટ માર્જિનથી જીત મેળવી હતી. તેઓ હવે સાંસદ બનતા જ ફરી એક્શનમાં દેખાયા અને રાજકોટની મુલાકાત લઇ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Reporter: News Plus

Related Post