વડોદરા : પુણેમાં એક ઓટોમેટેડ સિસ્ટમ વિકસિત કરવામાં આવી રહી છે.આ સિસ્ટમ એવા વાહનો પર નજર રાખશે, જેનું પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ એક્સપાયર થઈ ચૂક્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિસ્ટમ પુણેના પેટ્રોલ પંપ પર લાગૂ કરવામાં આવશે, જેમાં એક કેમેરો ફીટ કરવામાં આવશે. તે પેટ્રોલ ભરાવવા આવતા વાહનોની સિસ્ટમમાં નોંધાયેલા ડેટાને ઓળખી સરળતાથી તે વાહનની પીયુસી વેલિડિટી જણાવશે.
નોંધનીય છે, પીયુસી ન ધરાવતા તેમજ એક્સપાયર થઈ ગયેલા વાહનો પર રૂ. 10000નો દંડ ફટકારવાની જોગવાઈ પણ છે. આ યોજના દિલ્હીમાં પણ લાગૂ થશે.
પર્યાવરણને સુરક્ષિત રાખવા જવાબદાર નાગરિક તરીકે પોતાના વાહનની પીયુસી વેલિડિટી હંમેશા ચેક કરવી જોઈએ. અને જો એક્સપાયર થઈ જાય તો તાત્કાલિક ધોરણે તપાસ કરી નવુ સર્ટિફિકેટ મેળવી લેવુ જોઈએ. મોટાભાગના પેટ્રોલ પંપ પર પ્રદુષણ તપાસ કેન્દ્ર (પીયુસી સેન્ટર)ની સુવિધા છે. જ્યાં તમે વાહનના પોલ્યુશન લેવલની તપાસ કરી માન્ય પીયુસી પ્રાપ્ત કરી શકો છો.
Reporter: News Plus