ગોધરા : પંચમહાલ જીલ્લાના ગોધરા “એ” ડીવીઝનમાં અપહરણ વીથ લૂંટના ગુનામાં ત્રણ વરસ ની સખ્ત કેદની સજા પામેલ આરોપી રોશન ઉફે નાનાભાઇ નિરવ ભાઇ ચૌહાણ રહે.ગામ બેટીયા ,તા.ગોધરા જી.પંચમહાલને સજા ભોગવવા વડોદરા મધ્યસ્થ જેલમાં રાખેલ હોય આ કેદીને હાઇકોર્ટના હુકમ આધારે તા.૧૯/૦૩/૨૦૨૪ ના રોજ દીન-૧૦ ની પેરોલ જામીન રજા ઉપર વડોદરાની જેલથી મુક્ત થયેલ.આ કેદીને રજાપુરી તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ આ કેદી જેલમા હાજર ન થઇ પેરોલ રજા પરથી બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી આ કેદીને શોધી કાઢવા વડોદરા જેલ તરફથી મળેલ પત્ર આધારે સદર કેદીની ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફલોની ટિમે ટેકનીકલ-હ્યમુન સોર્સ આધારે કરેલ તપાસ દરમ્યાન આ
ફરાર કેદી ગોધરા તેમજ તેની આસપાસના વિસ્તારમાં આશ્રય લેતો હોવાની માહીતી મળતા ટિમે ગોધરા તેમજ તેની આસપાસના મવસ્તારોમાં ખાનગી રાહે તપાસ કરેલ તપાસ દરમ્યાન આ ફરાર કેદી ગોધરાથી ૧૭ કી.મી.દુર આવેલ ગામ ટુવા ખાતે હોવાની માહીતી આધારે ટિમ ગામ ટુવા ખાતે જતા આ ફરાર કેદી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને જોઇ પોતે પકડાઇ ન જાય તે માટે ભાગેલ અને બે કી.મી.જેિલા અંતર સુધી તેનો સતત પીછો કરી તેને પકડી પાડી આ ફરાર કેદીને તેની બાકીની સજા ભોગવવા પરત વડોદરા જેલમાં સોંપેલ છે.
આ પકડાયેલ કેદી સામે નોંધાયેલ સામે સને-૨૦૨૨ માું ગોધરા “એ”ડીવીઝન પો.સ્ટે.મા નોંધાયેલ અને સજા પામેલ ગુનાની વિગત જોતા ગઇ તા.૦૫/૦૧/૨૦૨૨ ના રોજ સાજના સાડા પાચ વાગે ફરીયાદીના સસરા તેમજ સગીર દીકરી જતા હોય આરોપી રોશન ઉફે નાનાભાઇ નિવરભાઇ ચૌહાણનો પલ્સર મો.સા.પર આવી સાહેદને મો.સા.પર બેસાડી તેમજ સગીર દીકરીને ઉપાડી મો.સા.પર બેસાડી અંતરયાળ જગ્યાએ લઇ જતા સાહેદે મો.સા.ઉભી રાખવા કહેતા આરોપીએ સાહેદને ચૂપ ચાપ બેસી રહે નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.અને સાહેદને ધક્કો મારી નીચે પાડી દઇ માર મારી સાહેદ પાસેના રૂ.૭,૦૦૦/- તેમજ મો.ફોન .ની લૂંટ કરી ફરીયાદીની સગીર દીકરીનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ નાશી જઇ ગુનો કરેલ હોય આ કેસ ગોધરા ખાતેની કોર્ટમાં ચાલી જતા આરોપીને અપહરણ-લૂંટ ના ગુનામાં તકસીરવાન ઠેરવી ત્રણ વર્ગની સખ્ત કેદની સજા ફરમાવી વડોદરા સેન્ટ્રલ જેલમા સજા ભોગવવા રાખેલ આવેલ હતો.
Reporter: News Plus