મકરપુરા રોડ ઓ.એન.જી.સી.સામે પારસમણી સોસાયટીમાં આવેલ મકાનના મુખ્ય દરવાજો તથા જાળીને મારેલ લોક તા.૩૦/૩૧- ૦૭/૨૦૨૪ના રાત્રીના સમયે તોડી મકાનની અંદર પ્રવેશ કરી મકાનની અંદર મુકેલ તિજોરીના લોક તોડી તિજોરીની અંદર મુકેલા સોના ચાંદીના દાગીના, અમુલ્ય રીયલ ડાયમંડની જવેલરી તથા રોકડા રૂપિયા મળી આશરે કુલ રૂપિયા 6.80 લાખ મતાની ચોરી કરી હતી.
જે બાદ પોલીસ ફરિયાદ કરાતાં મકરપુરા પોલીસ સતત શોધખોળ કરી રહી હતી.જેમાં આજરોજ મળેલ બાતમીના આધારે,ગાજરાવાડી સુએઝ પંપીંગ રોડ વિશ્વકર્માનગર ખાતે રહેતા જોહરસિંગ દીલીપસિંગ બાવરી (શિકલીગર), જેની સામે ખુન, ધાડ પાડવાનો, ઘરફોડ ચોરી, મારામારી સહીતના વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન ઉપરાંત આણંદ,અમદાવાદ ખાતેના જુદા જુદા પોલીસ સ્ટેશન મળી કુલ- ૪૬ (છેતાલીસ) જેટલા ગુનાઓ નોંધાયેલ છે. આ ગુનાહીત પ્રવૃતીના કારણે બે વખત પાસા હેટળ જેલમાં જઇ આવેલ છે તેમજ એક વખત વડોદરા શહેરમાંથી હદપાર કરવામાં આવ્યો હતો.
જેમાં બીજીબાજુ આજવા રોડ એકતાનગર ખાતે રહેતા વિજેંદ્ર ઉર્ફે બોડો રાજુસિંગ તિલપીતીયા પર વર્ષ ૨૦૧૪ થી ગુનાઓ કરતો હોય તેની સામે લુંટ, ચેઇન સ્નેચીંગ, ઘરફોડ ચોરી, મારામારી સહીતના જુદા જુદા પો.સ્ટે.માં કુલ-૨૪ (ચોવીસ) ગુનાઓ નોંધાયેલ છે. તેની આ ગુનાહીત પ્રવૃતીના કારણે ચાર વખત પાસામાં જુદી-જુદી જેલોમાં ગયેલ છે. તેમજ તરસાલી બાયપાસ પાસે વુડાના મકાનમાં રહેતા કર્માસિંગ જીવણસિંગ દુધા સામે છેલ્લા પાંચ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાઓ કરવાની પ્રવૃતી પોતાના આર્થીક ફાયદા માટે કરતો હોય તેની સામે વડોદરા શહેરમાં ઘરફોડ ચોરી સહીતના કુલ- ૧૬ ગુનાઓ નોંધાયેલ છે. આ ગુનાહીત પ્રવૃતીના કારણે બે વખત પાસા હેટળ જેલમાં ગયેલ છે. તમામ વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ છે.
Reporter: admin