શ્રેયસકર આદિનાથ જૈન સંઘ નિઝામપુરા ખાતે આજે સંઘમાં બિરાજમાન આચાર્ય ગુણરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય મુનિસરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં તપસ્વીના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો.
જૈન અગ્રણી દિપક સાહેબ જણાવ્યું હતું કે આજે સવારે 6:30 વાગે તપસ્વી સાધ્વીજી ભગવાનનો સપના વધામણા માટે પાલખીમાં બેસાડીને લાભાર્થી પરિવારને ત્યાં વાજતેગાજતે ચતુરવિધ સંઘ સાથે પહોંચ્યા હતા .સંઘના અગ્રણી ધનંજય ભાઈ એ જણાવ્યું કે તપની અનુમોદના માટે સામૂહિક આયંબિલ તપ તોરલબેન મિહિરભાઈ શાહ દ્વારા કરાવવામાં આવ્યા હતા અને બહેનોની સાંજી "તપ ધર્મને સલામી " વિષયને લઈને તપસ્વી મહારાજના સંસારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.દરમિયાનમાં નિઝામપુરા જૈન સંઘના અગ્રણી અંકુરભાઈ દોશી એ જણાવ્યું હતું કે અમારા સંઘમાં બિરાજમાન નૂતન દીક્ષિત સાધ્વીજી ભગવંત સાધ્યરેખાજી, શુદ્ધમરેખાજી તથા જીનારીયમ રેખા મહારાજ સાહેબ 30 ઉપવાસ એટલે કે માસક્ષમણ તપ પૂર્ણ કર્યો છે જેને મહામૃત્યુંજય તપ પણ કહેવામાં આવે છે.
જેના પારણા આજે રક્ષાબંધનના દિવસે શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘના આંગણે આચાર્ય મુનીસરત્ન સર્જી મહારાજ તથા પંન્યાસ જીવેસરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં યોજાયા હતા. આચાર્ય મુનિસ રત્ન સુરીશવરજી મહારાજે તપનો મહિમા બતાવતા જણાવ્યું હતું કે આવા આંકડા તપ કરવાથી આત્માને લાગેલા ચીકણા કર્મોનો પણ ક્ષય થાય છે તેથી દરેકે આવા પ્રકારના તપ દ્વારા જીવનને ઉજાગર કરવું જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ જ્યોત્સનાબેન વિપીનચંદ્ર શાહ આમોદ વાળા પરિવાર તરફથી નવકારસી કરાવવામાં આવી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
Reporter: admin