ફિરની બનાવવા માટે 12 બદામ બ્લાચ કરેલી, 5 ચમચી બાસમતી ચોખા, 3 કપ દૂધ, દોઢ કપ ખાંડ ( ગળ્યું પસંદ હોય એ પ્રમાણે ), દોઢ ચમચી એલચીનો પાવડર, કેસર, અલગથી બદામ અને પિસ્તા કાપેલાની જરૂર પડશે.
હવે બ્લાચ કરેલ બદામને પાણી સાથે મિક્ષર જારમા એક સોફ્ટ પેસ્ટ બનાવવી. ચોખાને ધોઈને અડધો કલાક પલળવા દેવા. ત્યારબાદ ચોખામાંથી પાણી નિતારી લઇ એક થી બે ચમચી પાણી ઉમેરી મુલાયમ પેસ્ટ બનાવવી. બનાવેલી પેસ્ટમાં એક કપ દૂધ ઉમેરવું. હવે એક જાડા તડીયાવાળા વાસણમા વધેલું દૂધ મુકો. અને મીડિયમ ગેસ પર ગરમ કરવા મુકો. થોડું ઉકળ્યા પછી ચોખાની પેસ્ટ ઉમેરો. ધીમી આંચ પર સતત હલાવતા રહો. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટના થાય ત્યા સુધી હલાવતા રહો. હવે તેમાં એલચી પાવડર, ખાંડ, કેસર ઉમેરી હલાવતા રહ્યો, ખાંડ ઓગળે ત્યા સુધી હલાવતા રહો.
હવે બદામની પેસ્ટ ઉમેરી એક રહી બે મિનિટ હલાવતા રહો અને પછી ગેસ બન્ધ કરી દો. અને ઉપર બદામ પિસ્તા ઉમેરી ઠંડી કરવા મુકો.આ ફેરની સહેલાઇથી બની જાય છે અને ખાવામાં હેલ્થી હોય છે.
Reporter: admin