વડોદરા શહેરના વિવિધ વિસ્તારો તથા ગોધરા મળીને 10 જેટલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને પોલીસે વડોદરા રેલવે સ્ટેશના ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચેઆરોપીને આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસને સોંપ્યો છે.વડોદરા શહેરના વિવિધ વિસ્તોરમાંથી ચોરી તથા ગોધરા ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપી જર્નેલસિંગ ટાંક (રહે. સુરત) ટ્રેનમાંથી બેસીને સુરતથી વડોદરા આવી રહ્યો છે. તેવી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેસ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબનો શખ્સો આવતા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યા બાદ તેની પુછપરછ કરતા જર્નેલસિંગ રૂપસિંગ ટાંક હોવાનું કહ્યું હતું. તેની પુછપરછ કરતા તેણે ફતેગંજ, ગોત્રી તથા ગોધરાના વિવિધ વિસ્તારો મળી 10 જેટલા મકાનોમાં હાથફેરો કર્યો હતો. પરંતુ પોલીસ ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. રીઢા આરોપીને આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસને સુપ્રત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તેના વડોદરા સહિતના ગોધરામાં વિવિધ ચોરીની 10 તથા અન્ય લુંટ, વાહનચોરી મળી કુલ 25થી વધુ ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
Reporter: