News Portal...

Breaking News :

ન્યુ વીઆઈપી રોડ પર રહેણાક મકાનમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ કરીને 82 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને

2024-10-06 16:01:36
ન્યુ વીઆઈપી રોડ પર રહેણાક મકાનમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ કરીને 82 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને


ન્યુ વીઆઈપી રોડ પર રહેણાક મકાનમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ કરીને 82 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. 


પોલીસે દારૂનો જથ્થો અને મોબાઈલ મળી રૂ. 1.07 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર બ્રહ્માનગરમાં રહેતા રાજ પ્રભુ સોલંકી વિદેશી દારૂનો બહારથી લાવી તેનું વેચાણ કરે છે. તેવી મળેલી બાતમીના ક્રાઈમ બ્રાન્ચની ટીમ 4 ઓક્ટોબરે બ્રહ્માનગરમાં રાજ સોલંકની ઘરના રેડ કરી તપાસ કરી હતી. 


ત્યારે તેના મકાનમાં પલંગ નીચેથી વેચાણ કરવાના ઈરાદો સંતાડી રાખેલો 82 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ મળી રૂ.1.07 લાખનો મુદ્દામાલ સાથે આરોપી રાજ સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે. જ્યારે રાજુ પ્રેમા પરમાર નહી મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post