વડોદરા: વિવિધ ગુનાઓમાં વધારો થતો જાય છે તેવી જ રીતે માનવત કરીના ગુનામાં પણ સતત વધારો થતો જાય છે
ખાસ કરીને નાના બાળકોને ટાર્ગેટ કરીને તેમજ ખાસ નાના બાળકીઓની તસ્કરી કરવાના ગુના સતત સામે આવી રહ્યા છે ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા ચુસ્ત તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.વધતા જતા માનવત કરીના ગુના ને ધ્યાનમાં રાખીને હ્યુમન ટ્રાફિકિંગ વિભાગ દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી છે
તેમાં જણાવવામાં આવ્યું છે કે ખાસ તો રેલવે સ્ટેશન બસ સ્ટેશન મંદિર મસ્જિદ કે ગુરુદ્વારાની બહાર બેઠેલા નાના બાળકોની તપાસ કરવામાં આવે અને જો કોઈ એવું વ્યક્તિ કે એવું બાળક કે બાળકી દેખાઈ આવે તો તેની સઘન તપાસ હાથ ધરીને તેના માતા પિતા વિશે માહિતી મેળવીને તેમજ તેના વિશેની ખાતરી મેળવીને નિરાકરણ લાવવા માટે તેમજ યાદી તૈયાર કરવા માટેનું જણાવવામાં આવ્યું હતું
Reporter: