વડોદરા : સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારને લઈને બફાટ કર્યો છે.
નવરાત્રીને લવરાત્રી ગણાવી સ્વામિનારાયણ પંથના અનુભવ સ્વામીએ તેની મલિન માનસિક્તા છતી કરી ઝેર ઓકવાનું કામ કર્યુ છે. આ પહેલીવાર નથી અવારનવાર સનાતન ધર્મના તહેવારો, હિંદુ દેવી દેવતાઓ વિશે આ પ્રકારે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો બકવાસ કરી વિવાદ છેડી ચુક્યા છે. આ કથિત સંતને પાછા પોતાના બોલેલા શબ્દો પર પણ કોઈ જ અફસોસ નથી.
તેમણે છૂટાછેડાનું કારણ પણ નવરાત્રીને ગણાવ્યુ, એટલુ જ નહીં ભલી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને એ પણ લીગલ નોટિસ સાથે એમ પણ જણાવ્યુ હતું.સનાતન ધર્મના સંત જ્યોર્તિનાથ બાપુએ જણાવ્યુ કે સ્વામીનારાયણના ધર્મના કહેવાતા સંતો દ્વારા વિકૃતિ વરેલી દૃષ્ટિથી સનાતન ધર્મના ભગવાનને અને તહેવારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતોને તોડવાનું ષડયંત્ર છે. જ્યોર્તિનાથ બાપુએ જણાવ્યુ કે સનાતન ધર્મ રક્ષણ સમિતિ આવા લોકો સામે કાર્યવાહી કરી જ રહી છે અને અને થોડા સમયમાં તેમના પરિણામો પણ જોવા મળશે.
Reporter: admin