લાસ વેગાસ :અમેરિકાના લાસ વેગાસમાં ભયાનક અકસ્માત થતા ટળી ગયો છે. લેન્ડિંગ દરમિયાન ફ્રંટિયર એરલાઇન્સના વિમાનમાં આગ લાગી હતી.
વિમાનમાં 190 મુસાફર અને 7 ક્રૂ મેમ્બર્સ હતાં. સદનસીબે કોઈને ઈજા ન હતી થઈ. તમામ મુસાફરોને સમય રહેતા સુરક્ષિત રીતે ઉતારી દેવાયા હતાં.સ્થાનિક અહેવાલ અનુસાર, સા ડિએગોથી આવી રહેલી લાસ વેગાસ જતી ફ્રંટિયર એરલાઇન્સની ઉડાન 1326 લાસ વેગાસના હેરી રીડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલટે વિમાનના એન્જિનમાં ધુમાડો થતો જોયો, ત્યારબાદ લાસ વેગાસમાં ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માગી.
અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, લેન્ડિંગના સમયે વિમાનમાં આગ લાગી ગઈ. સારી વાત એ હતી કે, આ સ્થિતિને પહોંચી વળવા પહેલાંથી વ્યવસ્થા કરવામાં આવી હતી અને તાત્કાલિક આગ ઓલવી દીધી હતી. ત્યારબાદ એક પછી એક તમામ 190 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બરને તુરંત જ વિમાનમાંથી ઉતારી દીધા હતાં. એરલાઇન અનુસાર, ફ્લાઇટમાં હાજર તમામ લોકો સુરક્ષિત છે અને કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
Reporter: admin