અમદાવાદ :ગુજરાતની એટીએસ અને દિલ્હી એનસીબીએ સંયુક્ત કાર્યવાહી કરતાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
આ ફેક્ટરી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ઝડપાઈ હતી. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે 'X' પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીના દરોડા દરમિયાન એમડી ડ્રગ્સ બનાવવા માટેના રૉ મટીરિયલ સહિત કુલ 1814 કરોડનો મુદ્દામાલ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'હાલમાં જ ગુજરાત એટીએસ અને એસીબીએ ભોપાલમાં દરોડા પાડી 1814 કરોડ રૂપિયાનું એમડી અને એમડી બનાવવા વપરાતો માલ-સામાન જપ્ત કર્યો છે.
Reporter: admin