News Portal...

Breaking News :

ઈઝરાયલે બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું

2024-10-06 13:45:12
ઈઝરાયલે બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું


બેરૂત : ઈઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. 


ઈઝરાયલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો અહેવાલો અનુસાર, ઈઝરાયલે બેરૂતમાં ફ્રેન્ચ કંપની ટોટલએનર્જીસ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી હતી. 


જો કે, કોઈ જાનહાનિની ​​માહિતી બહાર આવી નથી.થોડા દિવસો પહેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, 'તમામ સંસ્કારી દેશો ઈઝરાયલ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ. કારણ કે તે ઈરાનની આગેવાની હેઠળની દળો સામે લડે છે.' પરંતુ તેમણે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધની હાકલને શરમજનક ગણાવી હતી.

Reporter: admin

Related Post