News Portal...

Breaking News :

શહેરના 20 થી વધુ તળાવો ખાલી કરવાના નામે કોન્ટ્રાક્ટ આપીને કોર્પોરેશનને લાખો રુપિયાનો ચુનો ચોપડાયો

2025-06-27 10:28:51
શહેરના 20 થી વધુ તળાવો ખાલી કરવાના નામે કોન્ટ્રાક્ટ આપીને કોર્પોરેશનને લાખો રુપિયાનો ચુનો ચોપડાયો


ફેબ્રુઆરી માસથી કોર્પોરેશનને તળાવો પંપો મુકીને ખાલી કરવાનો તઘલખી વિચાર આવ્યો...
શહેરમાં આવેલા વિવિધ તળાવો ખાલી કરવાના નામે કોર્પોરેશનને લાખો રુપિયાનો ચુનો ચોપડાયો હોવાનો આરોપ કોર્પોરેટર આશિષ જોશીએ લગાવ્યો. તેમણે આ મામલે પુરાવા સાથે કમિશનરને પત્ર પણ લખ્યો છે. 


કમિશનરને લખેલા પત્રમાં કોર્પોરેટર આશિષ જોશીએ જણાવ્યું છે કે ગયા ફેબ્રુઆરી માસથી કોર્પોરેશનના તંત્રને શહેરના 20 થી વધુ તળાવો પંપો મુકીને ખાલી કરવાનો તઘલખી વિચાર આવ્યો હતો જેમાં પૂર્વ ઝોનમાં કમલાનગર તળાવ, એલ એન્ડ ટી પાસે સયાજીપુરા તળાવ, નાની અને મોટી બાપોદ તળાવ,  પટેલ પાર્ક તળાવ, અજન્ટા સરસીયા પાસે આવેલ તળાવ, દરજીપુરા તળાવ, વાંસ તળાવ, હરણી સ્ક્લપચર, સિંધુ સાગર તળાવ, તરસાલી તળાવ, કપુરાઇ તળાવ, તંદેશ્વર તળાવ, ગોત્રી તળાવ, વાસણા તળાવ, દશામા તળાવ, અટલાદરા તળાવ, કલાલી તથા ઉંડેરા તળાવ, લક્ષ્મીપુરા અને ગોરવા તળાવ, કરોડીયા તળાવ અને સમા તળાવ તથા વેમાલી તળાવ સહિતના તળાવો ઉપર પંપ સેટ મુકી તળાવને ખાલી કરવાનું આયોજન કર્યા બાદ તંત્ર દ્વારા પંપો ચલાવામાં આવ્યા જ નથી. તો પછી કોના ફાયદા માટે પંપો મુકવામાં આવ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે તળાવોમાં રહેલું લાળો લીટર પાણી આવા નાના પંપો દ્વારા ખાલી કરવું શક્ય જ નથી. એટલે આ કામ ટેક્નિકલ ગણતરી વગરનું કહી શકાય. પંપો ચલાવવા માટે જીઇબીમાંથી લાઇટ કનેક્શન મેળવી લાખો રુપિયાનું આંધણ કરાયું છે. આજની તારીખે પંપો ચલાવાયાજ નથી છતાં જીઇબીને મિનીમમ ચાર્જ ચુકવવાનો વારો આવેલો છે. પંપો તળાવ પરથી ખસેડી લેવાયા છે પણ ઇલેકટ્રીક કનેક્શનો ભગવાન ભરોસે છે. કોઇ પણ અકસ્માત થાય તો જવાબદારી કોની . લગભગ 20થી વધુ પંપો પાછળ તથા લાઇટના મીટરો ઇન્સ્ટોલ કરવાના ચાર્જ સાથે દર મહિને આજ દિન સુધી લાખો રુપિયાનું નુકશાન તંત્રને થઇ રહ્યું છે. આ પત્ર સાથે કમલાનગર તળાવ તથા નાની બાપોદ તળાવ પર કોર્પોરેશમન દ્વારા ઉતારવામાં આવેલ વીજ મીટરની કોપી સામેલ છે. તેમણે આ મામલે વિજીલન્સ દ્વારા તપાસ કરાવી જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની તેમણે માગ કરી હતી. 



આ પ્રકરણમાં એક્ઝિક્યુટીવ એન્જિનીયર કૌશિક પરમાર જવાબદાર...
તંત્રએ તઘલખી નિર્ણય કરીને તળાવ ખાલી કરવાનું નક્કી કર્યું હતું અને કોન્ટ્રાક્ટ આપીને પંપો મુકી દીધા ત્યારબાદ. કોર્પોરેશને બધી જગ્યાએ લાઇટ મીટર પણ ઇન્સ્ટોલ કરાવી દીધા પછી તંત્રને બુદ્ધી સુઝી અને  નિર્ણય કર્યો કે હવે તળાવો ખાલી કરવા નથી તો પાછા પંપો ઉઠાવી લીધા. પંપો ઉઠાવ્યા પણ મીટરો હજું લગાવેલા છે. કોર્પોરેશન જીઇબીને મીનીમમ ચાર્જ ભરી રહી છે,. આ પ્રકરણમાં એક્ઝિક્યુટીવ એન્જિનીયર કૌશિક પરમાર જવાબદાર છે.
આશિષ જોશી, કોર્પોરેટર

Reporter:

Related Post