News Portal...

Breaking News :

વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ માત્ર સાત જ તળાવ ઉંડા કરાયા: વડોદરા શહેરના 23 તળાવોમાંથી 16 તળાવો ડ્રેનેજના પાણીથી છલકાયા

2025-06-27 09:52:22
વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ માત્ર સાત જ તળાવ ઉંડા કરાયા: વડોદરા શહેરના 23 તળાવોમાંથી 16 તળાવો ડ્રેનેજના પાણીથી છલકાયા


વડોદરા:  શહેરમાં વિશ્વામિત્રી નદીના વિનાશક પૂર બાદ શહેરી તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ અંતર્ગત શહેરના 23 તળાવો ઊંડા કરવાની યોજના બનાવવામાં આવી હતી, જેના ભાગરુપે કોર્પોરેશન દ્વારા 16 જેટલા તળાવો ઊંડા કરવાનું આયોજન કર્યું હતું. 

 


આ આયોજન મુજબ હાલ સુધીમાં માત્ર 7 તળાવો જ ઊંડા કરાઈ શક્યા છે. પરિણામે, 23 તળાવોમાંથી 16 તળાવો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઈ ગયા છે. હજુ તો ચોમાસાની શરુઆત જ થઈ છે ત્યારે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાનાખરાબી સર્જાશે એ શક્યતાને નકારી શકાય નહીં.વિશ્વામિત્રી પ્રોજેક્ટના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર લક્ષ્યાંકનેદરીયાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ગત વર્ષે વિશ્વામિત્ર નદીમાં આવેલા વિનાશક પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટમાં શહેરના તળાવો ઊંડા કરીને પાણી સંગ્રહ કરવાના પણ સૂચન કરાયા હતા. 


જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા 23 તળાવો પૈકી 16 તળાવો ઉંડા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અત્યાર સુધીમાં 7 તળાવ જ ઉંડા કરાયા છે. 3 તળાવોની કામગીરી ચાલી રહી છે. જ્યારે, 6 તળાવોના પાણી ખાલી કરવા બાબતે વિરોધ થતાં કામગીરી થઇ શકી નથી.16 તળાવો ડ્રેનેજના પાણીથી ભરાઈ જતા આસપાસના વિસ્તારોમાં જોખમની સંભાવના અત્રે ઉલ્લેખનીય છે કે, 16 તળાવો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઈ જતા પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં આ તળાવ આસપાસના વિસ્તારોમાં જોખમ ઊભું કરે એવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. એ તો ઠીક ગોત્રી, કમલાનગર, કપુરાઇ, છાણી, હરણી સહિત અન્ય તળાવોનુ બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે પરંતુ, હાલમાં આ તળાવોમાં પારાવાર ગંદકી અને જંગલી વેલ ઉગી જવાના કારણે આસપાસના રહેણાક માં ગંદકી ફેલાય છે.

Reporter: admin

Related Post