શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ટ્રાફિક પોલીસ તો ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં સલંદતર નિષ્ફળ ગઇ છે.
કોર્પોરેશને ટ્રાફિક સમસ્યા વધુ વકરે તેવા પગલાં લેવામાં કોઇ કસર છોડી નથી ત્યારે હવે કોર્પોરેશન અને ટ્રાફિકના અધિકારીઓ ટ્રાફિકની સમસ્યા હલ કરવા અચાનક જ ઉંધમાંથી જાગ્યા છે. આજે મંગળવારે ડે મ્યુનિ કમિશનર (વહીવટ) ના અધ્યક્ષ સ્થાને ડીસીપી ટ્રાફિક તથા એસીપી ટ્રાફિક અને કોર્પોરેશનના અધિકારીઓ ની પાર્કિંગ પોલિસી ના અમલ માટેની એક સંયુક્ત મિટિંગ યોજાઈ હતી..હવે દર માસે આ મિટિંગ મળશે. અને પાર્કિંગ માટે નવી જગ્યાઓ ઉભી કરવા તેમજ પોલિસીનો અમલ કરાવવાની કામગીરી કરાશે.
શહેરમાં ટ્રાફિક ની સમસ્યા હળવી થાય અને નાગરિકો ને પાર્કિંગ માટે યોગ્ય જગ્યા મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. કોમર્શિયલ મિલકતો માં તેમજ રહેણાક મિલકતોના રિઝર્વ પાર્કિંગ ની જગ્યાઓ માં દબાણ હશે તો તે TDO (BP) અને પોલીસ શાખા દ્વારા દૂર કરવામાં આવશે. આગામી સમયમાં પાર્કિંગ પોલિસી ની સાથે સાથે સ્ટ્રીટ વેડિંગ પોલિસીનો પણ અમલ કરાવીને શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને શહેરમાં સ્વચ્છતા નું ઊંચું ધોરણ જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે. આ માટે વડોદરા મહાનગર પાલિકા અને વડોદરા શહેર પોલીસ સાથે મળી ને કામ કરશે
Reporter: admin







