કોઈ દુર્ઘટના થશે તો સરકાર તો છે જ ને.. મરણ પામનારને ચાર-ચાર લાખ આપી દેશે
ગોત્રી રે.સ.નંબર ૪૪૮ ટી.પી. ૧૦ અંતિમ ખંડ નં ૪૯ મા આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ ધણા વર્ષથી બિલ્ડીંગ યુઝ પરમીશન વગર ગેરકાયદેસર વાપર ઉપયોગ ચાલુ છે. વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલની બાંધકામ પરવાનગી મેળવેલ છે. પરંતુ સ્થળે આપેલ રજાચિઠી વિરુદ્ધ નુ બાંધકામ કરેલ છે. વાપર ઉપયોગનુ ઓક્યુપેશન સર્ટિફિકેટ (બિલ્ડીંગ યુઝ) સર્ટિફિકેટ મેળવવામા આવેલ નથી.અને ગેરકાયદેસર સ્કુલનો વાપર ઉપયોગ શરુ કરેલ છે.સ્કુલનો ઓક્યુપેશન સર્ટિફિકેટ બિલ્ડીંગ યુઝ લીધા વિના ગેરકાયદેસર વાપર ઉપયોગ કરવો એ કાયદાકીય ગેરકાયદેસર છે. છતા સ્કુલના માલિકને પુર્વ કમિશ્નરના નિવૃત્ત પી.એ. સ્કુલ ને બચાવવા બંધ બારણે સીટીંગ કરી રહ્યા છે.
પૂર્વ કમિશનરના પીએ ની સ્કૂલમા બંધ બારણે બેઠક...
પુર્વ કમિશ્નરના નિવૃત્ત પી.એ.ની વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ ઉપર જઈ આચાર્ય કક્ષમા બંધ બારણે બેઠક કરી,નિવૃત્ત પી.એ.ની સાથે આચાર્ય કક્ષા મા, પૂર્વ વિધાર્થી, સ્કુલના માલિક, સબંધી પટેલ, ઓનર નાં પિતા, એ પણ મિટીંગમા હાજર રહ્યા. અમોને જાણવા મળેલ મુજબ પુર્વ કમિશ્નરના નિવૃત્ત પી.એ. ની હાજરીમા નક્કી થયુ કે વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલનુ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મેળવેલ ન હોય ,ટી.પી. ઇન્ક્રીમેન્ટ કોંટિબ્યુશનની લાખોની રકમ ભરેલવાની બાકી હોય તેમ છતા હાલ સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી... અને કોઈ નોટિસ આપવામા આવેલ નથી. હાલ કોઈ નોટિસ આપવામા આવશે નહી. ઇન્ક્રીમેન્ટ કોંટિબ્યુશનની રકમ ભર્યા વગર સ્કૂલનો વાપર ઉપયોગ કરવાનો છૅ.
સ્કૂલને કોઈ નોટિસ આપવામાં આવી નથી...
આ પહેલા પણ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલની ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ સદર સ્કુલના એક ભુતપૂર્વ વિદ્યાર્થિ, સ્કુલ ના આકીઁઁટેક અને એક નેતા દ્વારા ટી.ડી.ઓ. શાખાના પરીમલ પટણીના ખાસ અધિકારીએ ગોત્રીની શક્તિ ચાની દુકાન પર કરેલ મિટીંગ , વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલને ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ અને ગેરકાયદેસર વાપર ઉપયોગ સંદર્ભ કોઈ નોટિસ આપવી નહી.
ટી.ડી.ઓ પરીમલ પટણી દ્વારા વારંવાર ફરી ભષ્ટાચારને પ઼ોતસાહન આપી અમારી જાણ મુજબ હજુ સુધી વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલના માલિકને કોઈ નોટિસ આપવામા આવેલ નથી.
સ્કૂલનો બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ વગર વાપર ઉપયોગ ચાલુ
વડોદરા શહેરના શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારી એ પણ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલને બીયુ પરમિશન મેળવેલ ન હોવા છતા ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય છતા ભ્રષ્ટાચાર કરી ગેરકાયદેસર રીતે પરવાનગીઓ આપેલ હોય તેવુ જણાય છે.આ ભષ્ટાચારને પણ ઉજાગર દૈનિક સમાચાર પત્રએ કરેલ એની જાણ પણ મ્યુનિસિપલ કમિશનર,ડે.મ્યુનિસિપલ કમિશનર અને શિક્ષણ અધિકારીને હોવા છતા કોઈ શિક્ષાત્મક પગલા ભરેલ નથી..કે કોઈ નોટિસ આપવામા આવેલ નથી.વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલનો બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ વગર વાપર ઉપયોગ ચાલુ હોય અને આપેલ રજાચિઠી વિરુદ્ધનુ બાંધકામ કરેલ હોય અને સુરત તક્ષશિલા જેવો અકસ્માત થાય તો આ અકસ્માત નો જવાબદાર કોણ, મ્યુનિસિપલ કમિશનરશ્રી,ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી, ટી.ડી.ઓ પરીમલ પટણી, સ્કુલ ના માલિક, શિક્ષણ અધિકારી જવાબદાર કોણ?
Reporter: admin







