News Portal...

Breaking News :

શહેરના યુવા સાંસદે સંસ્કૃતમાં શપથ લઇ કામગીરીના શ્રી ગણેશ કર્યા

2024-06-24 18:41:02
શહેરના યુવા સાંસદે સંસ્કૃતમાં શપથ લઇ કામગીરીના શ્રી ગણેશ કર્યા


નવા સંસદ ભવન ખાતે આજે દેશભરમાંથી પ્રજાના પ્રતિનિધિરૂપે નવા ચૂંટાઈને આવેલા સંસદ સભ્યોનો શપથવિધિ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. 


લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ રચાયેલી સરકારમાં બરાબર ચાર વાગ્યે પાંચ મિનિટે શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રાકૃત ભાષા સંસ્કૃતમાં શપથ લીધા હતા કે હું ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખી ભારતની પ્રભુતા અને અખંડિતતા દક્ષિણ રાખીશ. જે પદ મેં ગ્રહણ કર્યું છે તેના કર્તવ્યનું શ્રદ્ધાપૂર્વક નિર્વહન કરીશ.


શપથના અંતે તેમણે જયતુ ભારતમ જયતુ સંસ્કૃતમનો ઉદગાર કરતા જ સાથી સંસદ સભ્યોએ તેમને વધાવી લીધા હતા. લોકસભાના આ વર્તમાન ગૃહમાં અડધા કરતાં વધુ એટલે કે 52% જેટલા સંસદ સભ્યો પ્રથમવાર ચૂંટાઈને પોતાના મતવિસ્તારનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય તયારી ગુજરાત ના અને વડોદરા ના યુવા સાસંદ ડો. હેમાંગ જોષી એ ધન્યતા ની લાગણી અનુભવી છે.

Reporter: News Plus

Related Post