વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામેથી દેશી તમંચા સાથે બે યુવકોને જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે બાતમીના આધારે દબોચી લીધા હતા.
પકડાયેલા બંને યુવકોની કબુલાતને આધારે પોલીસે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને એની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.વડોદરા જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપને બાતમી મળી હતી કે, પાદરા તાલુકાના કરખડી ગામે બે યુવકો પોતાની પાસે તમંચો લઈને ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસની ટીમે કરખડી ગામે વોચ ગોઠવીને રૂપેશ પ્રેમાનંદ શર્મા અને જાહીર શિરહાન ઘાંચીને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા બંને પાસેથી પોલીસને એક તમંચો મળી આવ્યો હતો. જેને આધારે પોલીસે બંને સામે વડુ પોલીસ મથકમાં આર્મસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ત્યારપછી બંનેની આર્મસ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. પકડાયેલો આરોપી રૂપેશ શર્મા મૂળ ઉત્તરપ્રદેશનો છે અને જાહીર ઘાંચી કરખડીનો રહેવાસી છે. બંનેની પુછપરછમાં ઉત્તરપ્રદેશના બાંદા ડિસ્ટ્રીક્ટના મૃત્યુંજય હરિપ્રસાદ દ્વીવેદીનું નામ ખુલ્યુ હતુ. જેને આધારે પોલીસે એની શોધખોળ શરૂ કરી છે. કરખડીમાંથી પકડાયેલા બંને આરોપીઓએ તમંચાનો ઉપયોગ કર્યો છે કે કેમ તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે
Reporter: News Plus