News Portal...

Breaking News :

શહેરની ટ્રાફિક શાખા ભરણ સિંહના અજગરી ભરડામાં

2025-02-09 11:26:07
શહેરની ટ્રાફિક શાખા ભરણ સિંહના અજગરી ભરડામાં


અમિતનગર પાસેના ટ્રાન્સપોર્ટર પાસેથી 10 હજારની તોડપાણી કરવાનો ઓડિયો વાયરલ થયા બાદ ભરણસિંહ ઘનશ્યામ અને ભરત સામે કોઈ કાર્યવાહી બાબતે ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ અને એસીપી ટ્રાફિક વસાવા ભેદી મૌન સેવી રહ્યા છે. 


ડીસીપીને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપવો ના પડે તે માટે એવું જણાવ્યું કે તે હાલ કામમાં છે. બીજી તરફ એસીપી ટ્રાફિક વસાવા તો ટ્રાફિક શાખાના કામોમાં એટલા બધા બીઝી હતા કે તેમણે ફોન રિસીવ કરવાનું પણ ટાળ્યું હતું. હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સોનો રસ્તા ઉપર ખડકલો શહેરમાં નો પાર્કીંગ ઝોનમાં રોજના હજારો વાહનો પડેલા હોય છે પણ ટ્રાફિક પોલીસ માત્ર તોડપાણી કરવા સિવાય કંઇ જ કરતી નથી અને તેવા અનેક ઉદાહરણો અમે છેલ્લા ત્રણ દિવસથી આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. તમે સયાજી હોસ્પિટલની દિવાલ પાસે પસાર થાવ તો તમને ત્યાં રસ્તા પર એમ્બ્યુલન્સો ગેરકાદયદેસર રીતે પાર્ક કરાયેલી જોવા મળશે. રોજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કે અધિકારીઓ ત્યાંથી પસાર થાય છે પણ આવા ગેરકાયદેસર પાર્કીંગ કરનારાઓ સામે કોઇ પગલાં લેવાતા નથી. 


અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ટ્રાફિક પોલીસના અધિકારીઓ જાગ્યા દુમાડ ચોકડીથી ભારદારી વાહનોને ટ્રાફિક પોલીસના ભરણસિંહો ગેરકાયદેર પ્રવેશ કરવાની મંજૂરી આપે છે અને લાખોનો તોડ કરે છે તેવા અહેવાલ ગુજરાતની અસ્મિતાએ પ્રગટ કર્યો હતો અને ભરણ સિંહ તથા ટ્રાન્સપોર્ટર વચ્ચેની ઓડિયો ક્લીપ પણ રજૂ કરી હતી તેથી સફાળા જાગેલા ટ્રાફિક પોલીસના અધિકારીએએ શનિવારે દુમાડ ચોકડીથી એક પણ ભારદારી વાહનને અમિતનગર તરફ અંદર નહી લાવવાની સૂચનાઓ આપી દીધી હતી. બંને ભરણ સિંહને મુખ્યમંત્રીના ગંગાજળ અંતર્ગત ડિસમીસ ક્યારે કરાશે ?હાલ તો અધિકારીઓએ 2 ભરણસિંહને શહેરમાં ટ્રાફિકમાં ખુલ્લેઆમ હપ્તાબાજી કરી રહ્યા  છે અને બંનેની સામે કડક પૂરાવા હોવાથી ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી નથીં. હવે પછીના ઓપરેશન ગંગા જળ થકી બંને ભરણ સિંહને ડિસમીસ કરે તો નવાઇ નહી તેવી ચર્ચા સમગ્ર પોલીસ બેડામાં ચાલી રહી છે.

Reporter: admin

Related Post